આજે રવિવાર, 20 સપ્ટેમ્બરે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અને મોટાભાગના મોટા શહેરોમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે દેશમાં પેટ્રોલની સરેરાશ કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 97.83 રૂપિયા પ્રતિ લિટર છે.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ

મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જે આગળના દિવસ જેટલી જ છે. અહીં ડીઝલનો ભાવ 97.83 રૂપિયા પ્રતિ લિટર છે, જે ગઈકાલના ભાવ જેટલો જ છે. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.2 રૂપિયા પ્રતિ લિટર છે, જે બીજા મોટા શહેરોની સરખામણીમાં ઓછો છે.

હૈદરાબાદ અને બેંગલુરુમાં ઈંધણ મોંઘું

બેંગલુરુ સહિત બીજા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 110.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 98.77 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે હૈદરાબાદમાં બીજા મેટ્રો શહેરો કરતાં કિંમતો સૌથી વધુ છે. અહીં પેટ્રોલ 115.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 103.84 રૂપિયા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં ડીઝલની કિંમત 99.82 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ચેન્નાઈમાં તે 99.55 રૂપિયા પ્રતિ લિટર છે.

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેરપેટ્રોલડીઝલ
અમદાવાદ101.81 રૂપિયા97.92 રૂપિયા
દિલ્હી102.12 રૂપિયા95.20 રૂપિયા
મુંબઈ111.31 રૂપિયા97.97 રૂપિયા
કોલકાતા113.51 રૂપિયા99.82 રૂપિયા
ચેન્નાઈ107.76 રૂપિયા99.55 રૂપિયા
હૈદરાબાદ115.69 રૂપિયા103.82 રૂપિયા

આજે ક્રૂડ ઓઈલની કિંમત

આજે રવિવાર હોવાથી ICE અને NYMEX જેવા કોમોડિટી માર્કેટ્સ બંધ રહે છે, તેથી કિંમતો અગાઉના લેવલ પર જ ટકેલી છે. એટલે કે શુક્રવાર 18 સપ્ટેમ્બરે માર્કેટ બંધ થયું ત્યારે જેટલા ભાવ હતા, તેટલા જ છે. શુક્રવારે કાચા તેલના ભાવ પાછલા કેટલાક દિવસોની તેજી પછી આશરે 1% ના ઘટાડા સાથે બંધ થયા હતા. આ દિવસે બ્રેન્ટ ક્રૂડ લગભગ 0.91% ઘટીને 103.87 પ્રતિ બેરલ પર બંધ થયું હતું. બ્રેન્ટ ક્રૂડની કિંમત 104 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી જવાના લીધે ગયા અઠવાડિયે ઈંધણના ભાવ ઘણા અંશે સ્થિર રહ્યા હતા.

દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ

દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.

આ પણ વાંચો-Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ