જો તમે પેટ્રોલ કે ડીઝલ વાહન ચલાવો છો, તો તમને તેલના વધતા ભાવ વિશે ચિંતા થઈ શકે છે. જો એમ હોય તો અમે તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ બદલાય છે. આજે 21 ઓક્ટોબર 2025 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. પરંતુ કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટ
આજે ક્રૂડ ઓઇલનો ભાવ
આજે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના મતે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ઘટીને $60.91 પ્રતિ બેરલ થયા છે, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ફ્યુચર્સ ઘટીને $57.46 થયા છે. આ ઘટાડા વચ્ચે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.97 | 90.65 |
| ભાવનગર | 95.91 | 91.58 |
| જામનગર | 94.25 | 89.82 |
| રાજકોટ | 94.24 | 89.94 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.15
| 89.82 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.