આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. 30 સપ્ટેમ્બરે તો 67 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો. ત્યારે કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર પેટ્રોલ ડીઝલની આયાત કરનારા દેશો પર પડી છે. ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ઈંધણના દર સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે. આજે એટલે કે 3 ઓક્ટોબરે ઇંધણની કિંમત શું છે?
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
