જો તમે પેટ્રોલ કે ડીઝલ વાહન ચલાવો છો, તો તમને તેલના વધતા ભાવ વિશે ચિંતા થઈ શકે છે. જો એમ હોય તો અમે તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ બદલાય છે. આજે 8 ઓક્ટોબર 2025 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. પરંતુ કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટ
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા કે ઘટ્યા?
બુધવારે વૈશ્વિક તેલના ભાવમાં વધારો થયોછે. યુએસ ઇન્વેન્ટરી રિપોર્ટના મિશ્ર સંકેતો વચ્ચે વેપારીઓ હવે પુરવઠાના અંદાજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. OPEC+ દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો અને યુએસ ઉત્પાદનમાં વધારો થવાને કારણે બજારો સાવચેત રહે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $66 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI ક્રૂડ ઓઇલ) ની કિંમત $62 પ્રતિ બેરલથી ઉપર રહી.
