મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર ઘણા દેશો પર પડી રહી છે. જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ થાય છે, ત્યારે તેની તાત્કાલિક અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડે છે.  શુક્રવાર  16 મે - ના રોજ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે તેનાથી વિપરીત, પડોશી દેશ પાકિસ્તાનની સરકારે ઇંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આવો જાણીએ 18મેના રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં શું છે ફરક? 

આજે ક્રૂડ ઓઇલનો ભાવ 

ટ્રમ્પની ધમકીઓ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $112 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ ઓઇલ $108 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. વધુમાં, કુદરતી ગેસના ભાવમાં પણ લગભગ 3 ટકાનો વધારો થયો છે, જે $3.034 પર પહોંચી ગયો છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત (ગુડ રિટર્ન્સ અનુસાર)

  • નવી દિલ્હી: પેટ્રોલ ₹97.77 અને ડીઝલ ₹90.67
  • કોલકાતા: પેટ્રોલ ₹108.70 અને ડીઝલ ₹95.13
  • મુંબઈ: પેટ્રોલ ₹106.68 અને ડીઝલ ₹93.14
  • ચેન્નઈ: પેટ્રોલ ₹103.67 અને ડીઝલ ₹95.25
  • ગુડગાંવ: પેટ્રોલ ₹98.47 અને ડીઝલ ₹90.94
  • નોઈડા: પેટ્રોલ ₹97.76 અને ડીઝલ ₹90.99
  • બેંગલુરુ: પેટ્રોલ ₹106.17 અને ડીઝલ ₹94.10
  • ભુવનેશ્વર: પેટ્રોલ ₹104.57 અને ડીઝલ ₹96.11
  • ચંદીગઢ: પેટ્રોલ ₹97.27 અને ડીઝલ ₹85.25
  • હૈદરાબાદ: પેટ્રોલ ₹110.89 અને ડીઝલ ₹98.96
  • જયપુર: પેટ્રોલ ₹107.61 અને ડીઝલ ₹92.90
  • લખનૌ: પેટ્રોલ ₹97.72 અને ડીઝલ ₹91.01
  • પટના: પેટ્રોલ ₹108.92 અને ડીઝલ ₹94.97
  • તિરુવનંતપુરમ: પેટ્રોલ ₹110.61 અને ડીઝલ ₹99.38

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (18 મે, 2026)


શહેર 

પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹97.67 ₹93.44
રાજકોટ ₹97.27 ₹93.06
સુરત ₹97.50 ₹93.29
વડોદરા ₹97.14 ₹92.92
ગાંધીનગર ₹97.79 ₹93.57

SMS થી આ રીતે ચેક કરો કિંમતો

• IOC: CITY CODE + RSP લખીને 9224992249 પર મોકલો


• BPCL: RSP લખીને 9223112222 પર મોકલો


• HPCL: RSP લખીને 9222201122 પર મોકલો