મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે આજે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, જેને પગલે કિંમતો સ્થિર રહી છે. જોકે, આ પહેલા સોમવારે માત્ર 11 દિવસની અંદર ચોથી વખત ઈંધણના ભાવ ઝીંકાયા હતા. સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર Rs. 2.61 અને ડીઝલમાં Rs. 2.71નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 11 દિવસમાં આ બીજી એવી ઘટના હતી જ્યારે કિંમતોમાં એકસાથે 2 રૂપિયાથી વધુનો ભડકો થયો હોય.

આ શહેરોમાં ઈંધણ સૌથી મોંઘું: હૈદરાબાદ અને તિરુવનંતપુરમ ટોચ પર

  • દેશમાં હાલમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ હૈદરાબાદમાં મળી રહ્યું છે, જ્યાં પેટ્રોલનો ભાવ Rs. 115.73 અને ડીઝલ Rs. 103.82 પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
  • આ યાદીમાં બીજા ક્રમે કેરળનું તિરુવનંતપુરમ છે, જ્યાં એક લીટર પેટ્રોલ માટે Rs. 115.49 અને ડીઝલ માટે Rs. 104.41 ચૂકવવા પડે છે.
  • આ સિવાય બિહારની રાજધાની પટનામાં પણ પેટ્રોલ Rs. 110ને પાર થઈને Rs. 113.54 (ડીઝલ Rs. 99.54) પર ટ્રેડ કરી રહ્યું છે.
  • જ્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં પેટ્રોલ Rs. 113.51 અને ડીઝલ Rs. 99.82 પ્રતિ લીટર પર સ્થિર છે.

ક્યારે-ક્યારે વધ્યા ભાવ? 11 દિવસનું ગણિત

  • ઓઇલ કંપનીઓએ છેલ્લા 11 દિવસમાં કુલ 4 વખત ભાવ વધારીને સામાન્ય માણસના ખિસ્સા પર આશરે Rs. 7.50 સુધીનો બોજો નાખી દીધો છે:
  • 15 મે: સરકારી તેલ કંપનીઓએ પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો Rs. 3નો વધારો કર્યો.
  • 19 મે: બીજી વખત કિંમતોમાં 90 પૈસાનો ઉમેરો કરવામાં આવ્યો.
  • આ સિવાય સોમવાર સહિત અન્ય બે મળીને કુલ 4 વખતના વધારામાં કિંમતો 7.5 રૂપિયા સુધી વધી ગઈ છે.

ભાવ વધારાનું મુખ્ય કારણ: ક્રૂડ ઓઈલની તેજી અને વૈશ્વિક તણાવ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જે ક્રૂડ ઓઈલ અગાઉ પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ હતું, તે હવે 100 ડોલરની સપાટી વટાવી ગયું છે. આ વધતી કિંમતોને કારણે સ્થાનિક ઓઈલ માર્કેટીંગ કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ (26-05-26) 


શહેર પેટ્રોલનો ભાવ (પ્રતિ લીટર) ડીઝલનો ભાવ (પ્રતિ લીટર)
દિલ્હી Rs. 102.12 Rs. 95.20
મુંબઈ Rs. 111.21 Rs. 97.83
કોલકાતા Rs. 113.51 Rs. 99.82
ચેન્નઈ Rs. 107.77 Rs. 99.55
બેંગલુરુ Rs. 110.93 Rs. 98.80

સરકારે 76 દિવસ સુધી સોસ્યું નુકસાન

યુદ્ધની શરૂઆત થયા બાદ પણ સામાન્ય ગ્રાહકોને બચાવવા માટે સરકારે સ્થાનિક સ્તરે સતત 76 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા દીધા નહોતા. જોકે, વૈશ્વિક સ્થિતિ બેકાબૂ બનતા આખરે ભાવ વધારાનો નિર્ણય લેવો પડ્યો છે. અહેવાલો અનુસાર, આ ભાવ વધારા પહેલા તેલ કંપનીઓને દરરોજ આશરે Rs. 1000 કરોડથી વધુનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું.


ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (26 મે, 2026)

શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹101.81 ₹97.92
રાજકોટ ₹102.61 ₹97.74
સુરત ₹102.00 ₹98.13
વડોદરા ₹101.84 ₹97.95
ગાંધીનગર ₹102.27 ₹98.39

 આ પણ વાંચો- Gold Silver Price Today: ચાંદીમાં 4000થી વધુ વધ્યા, સોનામાં પણ તેજી, જાણો 25મેનો લેટેસ્ટ ભાવ