દેશભરમાં આજે એટલે કે શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .
ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર
આજે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે મુખ્યત્વે યુએસ સરકારના શટડાઉનના અંતની અપેક્ષાઓને કારણે છે, જેનાથી માંગમાં વધારો થવાની ધારણા છે. વધુમાં, રશિયન તેલ કંપનીઓ પર યુએસ પ્રતિબંધો અને OPEC+ દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો અટકાવવાથી પણ ભાવને ટેકો મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં, MCX ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ₹5202 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ
| 94.47 | 90.14
|
| ભાવનગર | 96.10 | 91.78 |
| જામનગર | 94.51 | 90.19 |
| રાજકોટ | 94.97 | 90.66 |
| સુરત | 94.49 | 90.18 |
| વડોદરા | 94.12 | 89.79 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.