દેશભરમાં આજે એટલે કે શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .
ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા
રશિયાના નોવોરોસિયસ્ક સ્થિત કાળા સમુદ્ર બંદર પર પ્રવૃત્તિ ફરી શરૂ થવાના સંકેતો મળતાં સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ એ જ બંદર છે જેને ગયા અઠવાડિયે યુક્રેનિયન આક્રમણ દરમિયાન નુકસાન થયું હતું અને કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. રવિવારે બે ટેન્કરો બંદર પર રોકાયા હતા, જે દર્શાવે છે કે ટર્મિનલ પર કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ ક્રૂડ ઓઇલ લોડિંગ પણ ફરી શરૂ થઈ ગયું છે.બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ 58 સેન્ટ અથવા 0.9% ઘટીને USD 63.81 પ્રતિ બેરલ થયા. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ 59 સેન્ટ અથવા 1.0% ઘટીને USD 59.50 પ્રતિ બેરલ થયા.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
શહેર
| પેટ્રોલ (રૂ.)
| ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
ભાવનગર
| 95.91 | 91.58 |
| ગાંધીનગર | 94.77 | 90.44 |
| પાટણ | 94.89 | 90.59 |
| ભરૂચ | 94.84 | 90.51 |
| વડોદરા | 94.15
| 89.79 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.