ભારતના ટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર પર આધારિત હોય છે. દેશની મોટી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજની કિંમત નક્કી કરે છે અને તેને જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી ઊથલપાથલ ભારતીય બજારમાં ઇંધણના દરને અસર પહોંચાડે છે. તેથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કે ઘટાડો જોવા મળે છે.


દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)


શહેર પેટ્રોલ (રૂ.) પ્રતિ લિટર ડીઝલ (રૂ.)  પ્રતિ લિટર
અમદાવાદ 94.50 90.17
ભાવનગર 95.75 91.42
ગાંધીનગર 94.80 90.47
રાજકોટ 94.77 90.46
વડોદરા 94.11 89.78
સુરત 
94.57 90.26

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
  • ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો



  • Follow us on: