પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજે બદલાવ આવે છે.દરેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ એક સરખો હોતો નથી. કારણ કે રાજ્ય પોતાની રીતે ટેક્સ લગાવે છે. આજે ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં મામૂલી ઉતાર ચઢાવ જોવા મળ્યો છે.
આજે ક્રૂડ ઓઇલનો ભાવ
આજે (ડિસેમ્બર 2025 ના અંતમાં), વૈશ્વિક માંગમાં ઘટાડો, ચીન અને યુરોપમાં ધીમી આર્થિક પ્રવૃત્તિ અને યુએસમાંથી વધતા પુરવઠાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેઠળ છે, જેના કારણે બ્રેન્ટ અને WTI બંને ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ભારતના MCX પર ભાવ ₹5270 ની આસપાસ ફરે છે, અને વિશ્લેષકો 2026 માં વધુ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ ભૂ-રાજકીય તણાવ ભાવને અસર કરી શકે છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.)
| ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.54 | 90.21 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.95 | 90.63 |
| રાજકોટ | 94.46
| 90.16 |
વડોદરા
| 94.61 | 90.28 |
| સુરત | 94.57 | 90.26 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.
આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ