દરેક દિવસ ફક્ત સૂર્યના કિરણોથી જ નહીં, પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવોથી પણ શરૂ થાય છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગ્યે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારના આધારે નવીનતમ દરો જાહેર કરે છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે . ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.19 91.86
જામનગર
 94.93 90.61
રાજકોટ 94.93 90.63
સુરત 94.32 90.01
વડોદરા94.23 89.90

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.