જો તમે પેટ્રોલ કે ડીઝલ વાહન ચલાવો છો, તો તમને તેલના વધતા ભાવ વિશે ચિંતા થઈ શકે છે. જો એમ હોય તો અમે તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ બદલાય છે. આજે 16 ઓક્ટોબર 2025 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. પરંતુ કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટ


આજે ક્રૂડ ઓઇલનો ભાવ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ આતંરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં 1 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પએ દાવો કર્યો છે કે ભારતે રશિયાથી કાચા તેલની ખરીદી બંધ કરવાનો વાયદો કર્યો છે., જેનાથી બજારમાં સપ્લાયનું ટેન્શન વધી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ ફ્યુચર્સમાં 1% થી વધુનો વધારો થયો છે. આ સમાચારે માત્ર નાણાકીય બજારોમાં જ નહીં પરંતુ વૈશ્વિક રાજદ્વારીમાં પણ હલચલ મચાવી દીધી છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.56 90.23
ભાવનગર 95.91 91.58
જામનગર 
94.44 90.11
રાજકોટ 94.30 89.99
સુરત 94.37 90.06
વડોદરા 94.15 89.82

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.


  • Follow us on: