સ્ટડ, ફ્લિપ કાર્ડ, બોટ લગેરે જેવા આઇપીઓ આવ્યા હતા. લોકોએ તેમાં રોકાણ પણ કર્યુ. પરંતુ હવે જે આઇપીઓની લોકો રાહ જોઇ રહ્યા છે તે છે Physicswallah IPO. આ આઇપીઓ ક્યારે ખૂલશે અને ક્યાં સુધી તમે આઇપીઓ ભરી શકશો તે વિશે જણાવીએ. 


Physicswallah IPO ખૂલવાની તૈયારીમાં 

ટ્યુટરિંગ દ્વારા અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવનાર અબજોપતિ અલખ પાંડેની માલિકીની એડટેક કંપની ફિઝિક્સવાલ્લાહનો IPO ખુલવાની તૈયારીમાં છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પૈસા લઇને તૈયાર થઇ જાઓ. કારણ કે જેના આઇપીઓની લોકો રાહ જોઇ રહ્યા છે તે હવે આ મહિને એટલે કે 11 નવેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડથી લઈને લોટ સાઈઝ સુધીની વિગતો પણ જાહેર કરી છે. ચાલો જાણીએ કે અરજી કરવા માટે તમારે કેટલું રોકાણ કરવાની જરૂર પડશે.

ક્યાં સુધી ભરી શકાશે આઇપીઓ? 

સામાન્ય રોકાણકારોને 11 નવેમ્બર, મંગળવારથી શરૂ થતા ફિઝિક્સવાલ્લાહ IPOમાં રોકાણ કરવાની તક મળશે. રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી ત્રણ દિવસનો સમય હશે. કુલ ઇશ્યૂનું કદ ₹3,480 કરોડ છે, જેમાં ફ્રેશ અને ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા સ્ટોક ઓફરિંગનો સમાવેશ થાય છે. કંપની ₹3,100 કરોડના નવા શેર જાહેર કરશે, જ્યારે ₹380 કરોડના શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે.

પ્રાઇસ બેન્ડ જાહેર

Physicswala IPO માટે પ્રાઇઝ બેન્ડ ₹103 થી ₹109 પ્રતિ શેર છે. કર્મચારીઓને ઉપલા પ્રાઇસ બેન્ડમાં પ્રતિ શેર ₹10 ડિસ્કાઉન્ટ પણ મળશે. IPOનો 75% QIBs ને, 10% રિટેલ રોકાણકારોને અને બાકીનો ભાગ અન્ય શ્રેણીઓને ફાળવવામાં આવશે.

₹15,000 થી ઓછા ભાવે નફામાં ભાગીદાર બનો

તમે ₹15,000 થી ઓછું રોકાણ કરીને આ ઝડપથી વિકસતી કંપનીના નફામાં ભાગીદાર બની શકો છો. કંપનીએ રિટેલ રોકાણકારો માટે 137 શેરની LOT સાઈઝ નક્કી કરી છે.આનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછા આટલા શેર માટે બોલી લગાવવી પડશે અને ઉપલા પ્રાઇસ બેન્ડના આધારે ઓછામાં ઓછા ₹14,933 નું રોકાણ કરવું પડશે.

જો તમારો IPO સફળ થાય છે અને Physicswallah નું શેરબજારમાં લિસ્ટિંગ મજબૂત હોય, તો તમારા રોકાણમાં તેના નફાની સાથે વધારો થશે. આ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક કેપિટલ, JP મોર્ગન ઇન્ડિયા, ગોલ્ડમેન અને એક્સિસ કેપિટલ છે.

ફિઝિક્સવાલ્લાહ ક્યારે બજારમાં લિસ્ટ થશે?

ફિઝિક્સવાલ્લાહની સ્થાપના 2016 માં અલખ પાંડે દ્વારા કરવામાં આવી હતી અને તે ફક્ત મફત શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરતી YouTube ચેનલ હતી. COVID-19 રોગચાળા દરમિયાન, તે ઝડપથી વિકસી અને હવે 152 શહેરોમાં 303 ઑફલાઇન કેન્દ્રો ચલાવે છે. 13 નવેમ્બરના રોજ તેનો IPO બંધ થયા પછી શેરની ફાળવણી બીજા દિવસે, એટલે કે 14 નવેમ્બરના રોજ થશે. તેના શેર 18 નવેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.

  • Follow us on: