વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધની હવે ભારત પર પણ અસર દેખાવાની શરૂઆત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજો ભારતીયોને 1 વર્ષ સુધી સોનું ના ખરીદવાની સલાહ આપી હતી. વૈશ્વિક પરિસ્થિતિનો હવાલો આપીને સોનું ખરીદવા ઉપરાંત દૈનિક ખર્ચ ઘડાટવા, ઓનલાઈન કામગીરીને પ્રોત્સાહન સહિતની ભારતીયોને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આગામી વર્ષ સુધી સોનું ખરીદવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. પરંતુ શું આમ કરવાનાથી ભારત સરકારને ફાયદો થશે? ખરેખર ભારતીયો 1 વર્ષ સુધી સોનું ના ખરીદે તો ભારત પર શું અસર થશે તે સમજીએ.

ભારતીયો 1 વર્ષ સોનું ના ખરીદે તો શું અસર થશે જાણો

હકીકતમાં, ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. સરકારી આંકડા અનુસાર, ભારત વાર્ષિક આશરે 750 ટન સોનાની આયાત કરે છે .નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 721 ટન, 2024-25માં આશરે 757 ટન અને 2023-24માં ભારતે આશરે 744 ટન સોનાની આયાત કરી હતી. આ આંકડા બતાવે છે કે અગાઉના વર્ષ કરતાં આ વર્ષમાં સોનાની ખરીદી ઘટી છે. જે વધતા ભાવની અસર બતાવે છે.

  • જો ભારતીયો 1 વર્ષ સુધી સોનાની ખરીદી ના કરે તો લંડન અને ન્યુ યોર્ક જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. 
  • ભારતમાં ખરીદીમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરીઓ અને વેપારીઓ પર દબાણ ઓછું થવાની શક્યતા છે. આ ઘટતી માંગને કારણે સ્થાનિક સોનાના ભાવ વર્તમાન સ્તરની તુલનામાં ઓછા થઈ શકે છે. સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વિદેશી હૂંડિયામણના ભંડારમાં અબજો ડોલરની બચત થઈ શકે છે, જેનાથી દેશના અર્થતંત્ર પર દબાણ ઓછું થઈ શકે છે.
  • સોનાની આયાત માટે યુએસ ડોલરમાં મોટી ચુકવણીની જરૂર પડે છે, તેથી આયાતમાં ઘટાડો ડોલરની માંગમાં ઘટાડો કરશે. આનાથી ભારતીય રૂપિયો મજબૂત થઈ શકે છે. પરિણામે, ક્રૂડ તેલ, પેટ્રોલ અને ડીઝલ જેવી અન્ય આયાતો પણ સસ્તી થશે.
  • સોનાની આયાતમાં ઘટાડો થવાથી દેશના આયાત બિલમાં ઘટાડો થશે. આનાથી અનિશ્ચિત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ દરમિયાન ભારતની ચાલુ ખાતાની ખાધ અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરવામાં મદદ મળશે.
  • ભારતીયો 1 વર્ષ સુધી સોનું ના ખરીદે તો બચતનો મોટો ભાગ બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને વ્યવસાયોમાં ટ્રાન્સફર થઈ શકે છે. આનાથી અર્થતંત્ર માટે પ્રવાહિતા અને વૃદ્ધિની તકો મળી શકે છે. કારણ કે સોનુ ખરીદીને લોકો લોકર અથવા તિજોરીમાં મૂકે છે, જયારે આ વિકલ્પો નાણાની પ્રવાહિતાને આગળ ધપાવે છે. 1 વર્ષ સુધી સોનુ ના ખરીદવાથી અર્થતંત્રમાં સકારાત્મકતા દેખાશે.

ભારત કયાંથી અને કેમ સોનું ખરીદે છે

ભારતીયોમાં હંમેશા સોના પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળ્યો છે. સોનાના દાગીના હોય કે પછી સોનાની લગડી. એવું માનવામાં આવે છે કે સોનુ તમારા સંકટ સમયનો સાથી છે. લોકો મુખ્યત્વે ઘરેણાં અને રોકાણ હેતુ માટે સોનું ખરીદતા હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડમાંથી ભારત સૌથી વધુ સોનાની આયાત કરે છે. જે તેની કુલ આયાતના આશરે 40 ટકા છે, ત્યારબાદ યુએઈ અને દક્ષિણ આફ્રિકાનો ક્રમ આવે છે. વિદેશીથી વધુ પ્રમાણમાં આયાત કરવાનું કારણ ભારતમાં સોનાનું ખાણકામ ખૂબ જ મર્યાદિત છે, તેથી માંગ પૂરી કરવા માટે તે આયાત પર આધાર રાખે છે. આમ, જો ભારતીયો 1 વર્ષ સુધી સોનાની ખરીદી બંધ કરે અથવા ઓછી કરે તો સરકારી ખર્ચ ઘટશે અને તિજોરી ભરાશે.


આ પણ વાંચો :