લોન એ લોકોની હવે પ્રાથમિક જરૂરિયાત જાણે કે બની ગઈ છે. હવે ઘર કે ગાડી લેવાથી લઈ મોબાઈલ કે પછી અન્ય કોઈ વસ્તુ લેવા માટે પણ લોકો લોનનો સહારો લેતા હોય છે. ત્યારે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી RBIએ લીધો છે મોટો નિર્ણય અને લોન લેવાના નિયમો અને મોટી લોનને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ નવા નિયમોમાંથી કેટલાક તો 1 ઓક્ટોબર 2025થી લાગુ પણ થઈ જશે.

EMI સરળતાથી કરી શકાશે ઓછી


[[$googlead]]

જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લીધેલી છે તો બેંક તમારા ત્રણ વર્ષના લોકઈન પીરિયડ પહેલા EMIને ઓછો કરી શકશે. જેનો સીધો ફાયદો તમને થશે. સાથે જ જે લોકોએ ફ્કિસ્ડ રેટ પર લોન લીધેલી છે તેઓ સરળતાથી ફ્લોટિંગ રેટ પર લોનને સ્વીચ કરી શકશે. જો કે આ સુવિધા આપવી કે નહીં તે નિર્ણય જે તે બેંક પર છોડવામાં આવ્યો છે.

નાના ઉદ્યોગકારો સરળતાથી લઈ શકશે ગોલ્ડ લોન

જો તમે ગોલ્ડ લોન લેવા ઈચ્છો છો તો આ તમારા માટે પણ છે રાહતના સામાચાર. હવેથી માત્ર જ્વેલર જ નહીં પરંતુ એ તમામ લોકો પણ ગોલ્ડ પર લોન લઈ શકશે, જેઓ સોનાનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. જેનાથી નાના ઉદ્યોગકારોને ફંડ ભેગુ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત RBIએ એ પ્રસ્તાવ પણ રાખ્યો છે કે ગોલ્ડ મેટલ લોનની અવધી 180 દિવસથી વધારી 270 દિવસ કરવામાં આવે. આ તમામ ફેરફાર MSME અને જ્વેલરી સેક્ટર માટે ફાયદાકારક રહેશે.

[[$alsoread]]

બેંકો સરળતાથી ભેગુ કરી શકશે ફંડ

RBIએ બેંકોને ઓફશોર માર્કેટમાંથી મૂડી ભેગી કરવાનો રસ્તો સરળ કરી દીધો છે. હવે બેંકો વિદેશી મૂદ્રા કે રૂપિયામાં બોન્ડ જાહેર કરી ફંડ ભેગુ કરી શકશે. જેનાથી બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તે તેના ગ્રાહકોને સરળતાથી લોન આપી શકશે. RBIએ ભારતમાં કામ કરી રહેલી વિદેશી બેંકોની શાખાઓ માટે પણ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તેમના મોટા લોન એક્સપોઝર અને ઈન્ટર ગ્રૂપ ટ્રાન્ઝેક્શન્સ પર નવા નિયમો લાગુ થશે. જેનાથી જોખમ ઘટાડવામાં મદદ મળશે.

ક્રેડિટ કાર્ડ હવે વધુ થશે સટીક

RBIએ સુચન કર્યું છે કે બેંક અને નાણાકીય સંસ્થાઓ દર અઠવાડીયે ક્રેડિડ બ્યૂરોને પોતાનો ડેટા મોકલે. પહેલા દર બે અઠવાડીયે આ ડેટા મોકલવામાં આવતો હતો. નવા નિયમથી ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો થવાની શક્યતાઓ ઘટી જશે. અને થશે તો તેને તરત સુધારી શકાશે. સાથે જ ક્રેડિટ રિપોર્ટમાં CKYC પણ ઉમેરાશે, જેનાથી ઓળખ પ્રક્રિયા વધુ સરળ બનશે.


  • Follow us on: