RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 1 ઓક્ટોબર 2025ના રોજ MPCની બેઠક પછી કહ્યું કે RBI એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેમાં જો કોઈ EMIની સમયસર ચુકવણી નથી કરતું, તો લેન્ડર્સને સ્માર્ટફોનને રિમોટલી લોક કરવાની મંજૂરી આપવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ પર હાલ વિચાર ચાલી રહ્યો છે કારણ કે તેમની પાસે લેન્ડર્સ અને કનઝ્યૂમર એમ બંને પક્ષોની દલીલો છે, જેના પર વિચાર ચાલી રહ્યો છે. અમારો ઉદ્દેશ્ય કન્ઝ્યૂમર રાઈટ્સ અને ડેટાની ગુપ્તતાની સુરક્ષા કરવાનો છે. કન્ઝ્યૂમર રાઈટ્સ અમારા માટે સર્વોપરી છે. સાથે જ અમે એ પણ જોઈશું કે લેન્ડર્સના હિતોનું પણ રક્ષણ થાય.
નહીં ચુકવો EMI તો લોક થઈ જશે તમારો ફોન!
RBIના ડેપ્યુટી ગવર્નર એમ.રાજેશ્વર રાવે કહ્યું કે કન્ઝ્યૂમર રાઈટ્સ, તેની જરૂરીયાતો, ડેટાની સુરક્ષા અને લેન્ડર્સની જરૂરીયાતો વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. એટલે અમે આ સમસ્યા પર ચર્ચા કરી રહ્યા છીએ. બંન પક્ષે મુલ્યાંકન કરીશું અને યોગ્ય સમયે નિર્ણય લઈશું. ભારતમાં લગભગ એક તૃતયાંશ લોકો ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ યુજ કરે છે જેમાં સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે.. આ ગ્રાહકો EMI પર વસ્તુઓ ખરીદે છે. જેમાંથી કેટલાક કન્ઝ્યૂમર્સ ઈએમઆઈ ચૂકવતા નથી અને ડિફૉલ્ટર સાબિત થાય છે.. ગયા વર્ષે જ આવા ગ્રાહકોના મોબાઈલ ફોન લૉક કરવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી હતી.
https://www.instagram.com/reel/DOiYghQksUI/?igsh=bzlyajN5d3R1ZG82
આ મામલે શું કહે છે એક્સપર્ટ?
RBIના આ પ્રસ્તાવ પર એક્સપર્ટનું કહેવું છે કે આ મિકેનિઝમ લાવવા માટે ઉધારકર્તાની સ્પષ્ટ સંમતી હોવી જરૂરી છે. લોનના ડૉક્યુમેન્ટ સાઈન કરતી વખતે ડિવાઈસ લોક એપ ઈન્સ્ટોલ કરીને આ શક્ય બની શકે છે. કેટલાક કેસમાં બાકી EMIની ચૂકવણી ના થાય ત્યાં સુધી ડિવાઈસને ટેમ્પરરી લોક કરી શકાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે RBI થોડા મહિનામાં પોતાના ફેર પ્રેક્ટિસ કોડને અપડેટ કરી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે હાલનો કાયદો સ્પષ્યરૂપે મોબાઈલ લોક કરવાની પરવાનગી નથી આપતો.
નાના લોન ડિફોલ્ટર પર લાગશે લગામ
ઘણા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે સ્માર્ટફોન અને અન્ય ક્નઝ્યૂમર આઈટમ્સ સહિત નાની નાની વસ્તુઓ માટેની લોનના ડિફોલ્ટરનો આંકડો સતત વધી રહ્યો છે. ફોન લોક કરવાના આ વિક્લપને શરૂ કરવાથી નાની કન્ઝ્યૂમર લોનમાં ડિફોલ્ટના વધતા દરને ઓછો કરી શકાશે. જો લેન્ડરને લોન ચૂકના કેસમાં ફોન લોક કરવાની પરમિશન મળી જાય તો ડિફોલ્ટર જાણીજોઈને EMI મિસ કરવાના વલણને બદલી શકાશે.