રિલાયન્સ ગ્રુપની એન્યુઅલ મીટિંગ ચાલી રહી છે. જેમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ કે Jioનો આઇપીઓ આવતા વર્ષના પહેલાં 6 મહિના સુધીમાં આવશે. એટલે કે JIOનો IPO રોકાણકારો માટે વર્ષ 2026 માં ખુલશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે જીઓનો આઇપીઓ આવતા વર્ષે 2026 સુધી અમે પેપર ફાઇલ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. વર્ષ 2027માં Jioનો આ ઇશ્યૂ બજારમાં આવશે. AGM માં મુકેશ અંબાણીએ કંપનીના વિકાસ અને આવક વિશે પણ માહિતી આપી છે.
Jio એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી
મુકેશ અંબાણીએ કહ્યુ કે રિલાયન્સ જિઓએ આજે નવી એક સિદ્ધિ હાસલ કરી છે. કંપનીના ગ્રાહકોની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરી ગઇ છે. શેરધારકો તેમજ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરતા મુકેશ અંબાણીએ જિઓની જીવન પરિવર્તન કરનાર તરીકે ઓળખાવ્યા. જિઓની ઉપલબ્ધિઓ ગણાવતા તેમણે કહ્યુ કે જિઓએ કેટલાંક અકલ્પનીય કામ કર્યા છે. જેમ કે વોઇસ કોલ મફત કરવો, ડિજિટલ ચુકવણી કરવાની રીતમાં પરિવર્તન, આધાર, યુપીઆઈ, જન ધન જેવા ડિજિટલ પ્લેટફોર્મને પુનર્જીવિત કરવા અને વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સપોર્ટ સિસ્ટમ બનવું.
ટ્રુ 5G વપરાશકર્તાઓ કેટલા બન્યા- આકાશ અંબાણી
રિલાયન્સ જિઓના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યુ કે દેશમાં 5Gના સૌથી ઝડપી રોલઆઉટ બાદ Jio ના 5G ગ્રાહકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. Jio True 5G નેટવર્ક સાથે 22 કરોડથી વધુ વપરાશકર્તાઓ જોડાયેલા છે.તેમણે કહ્યું કે જિયો ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરશે. મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે 'જિયો ટ્રુ 5G એ ડિજિટલ કનેક્ટિવિટીની ગતિ, વિશ્વસનીયતા અને પહોંચને ફરીથી વ્યાખ્યાયિત કરી છે . મેં લોકોને કહેતા સાંભળ્યા છે કે જિયોએ મારું જીવન બદલી નાખ્યું છે અથવા મને જિયો ગમે છે. પરંતુ, હું મારા હૃદયથી કહું છું કે વાસ્તવમાં, દરેક ભારતીયે જિયોને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે.
125 અરબ ડોલર કમાનારી પહેલી કંપની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે વર્ષ 2025માં કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આ ભારતની પહેલી એવી કંપની બની ચૂકી છે, જેણે 125 અરબ ડોલરની વાર્ષિક કમાણી પાર કરી છે. રિલાયન્સના એક્સપોર્ટની જો વાત કરીએ તો આ ₹2,83,719 કરોડ રહી. જે ભારતના કુલ વસ્તુ એક્સપોર્ટની 7.6 ટકા છે. અને ભારતની સૌથી મોટી એક્સપોર્ટર કંપનીઓમાંથી એક રહી છે.
સૌથી મોટી ટેક્સપેયર કંપની બની
રિલાયન્સે નાણાકીય વર્ષ 2025 માં ₹2,10,269 કરોડ ($24.6 બિલિયન) કર ચૂકવ્યા છે. જેણે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. છેલ્લા 6 વર્ષમાં, કંપનીનું રાષ્ટ્રીય તિજોરીમાં કુલ યોગદાન ₹10 લાખ કરોડથી વધુ રહ્યું છે.
રિલાયન્સ બનાવશે નવી કંપની
મુકેશ અંબાણીએ વધુ એક મોટી જાહેરાત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યું કે અમે AI પર એક નવી પેટાકંપની રિલાયન્સ ઇન્ટેલિજન્સ બનાવીશું, જેના માટે કંપની ગૂગલ અને મેટા સાથે ભાગીદારી કરશે.
