સામાન્ય લોકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. છૂટક ફુગાવામાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જુલાઈ દરમિયાન, ફુગાવાનો દર ઘટીને 1.55 ટકા થયો છે. જ્યારે જૂન 2025 માં છૂટક ફુગાવાનો દર 2.1% હતો. અને તે જ સમયે મે 2025 માં છૂટક ફુગાવાનો દર 2.82% નોંધાયો હતો.
ફુગાવામાં ઘટાડાથી સામાન્ય જનતાને થશે રાહત
જુલાઈ દરમિયાન છૂટક ફુગાવાનો દર 1.55 ટકા ભારતીય રિઝર્વ બેંકની ફુગાવાના દર મર્યાદાથી ઘણો નીચે છે. ફુગાવામાં આટલો મોટો ઘટાડો સામાન્ય લોકો અને દેશની અર્થવ્યવસ્થા બંને માટે સારા સમાચાર છે. નોંધનીય છે કે જ્યારે ખાદ્ય ઉત્પાદનો - બટાકા, ડુંગળી, લીલા શાકભાજી, ચોખા, લોટ અને કઠોળ વગેરેમાં ઘટાડો થાય છે ત્યારે છૂટક ફુગાવાનો દર ઘટે છે. જુલાઈ દરમિયાન આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
ફુગાવાના દર ઘટવાથી આ વસ્તુઓ થશે સસ્તી
એકંદર ફુગાવાના દરમાં ઘટાડાનું મુખ્ય કારણ કઠોળ, શાકભાજી, અનાજ, પરિવહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ, ઇંડા, ખાંડ અને મીઠાઈ જેવી શ્રેણીઓના ભાવમાં ઘટાડો જોવા મળશે.
ઇંધણ અને વીજળી ફુગાવો નજીવો વધ્યો
આગળ ગ્રામીણ ફુગાવાની જો વાત કરવામાં આવે તો જૂનમાં 1.72 ટકાથી ઘટીને જુલાઈમાં 1.18 ટકા થયો હતો, જ્યારે શહેરી ફુગાવો 2.56 ટકાથી ઘટીને 2.05 ટકા થયો હતો. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ખાદ્ય ફુગાવામાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. અન્ય શ્રેણીઓમાં મિશ્ર અસરો જોવા મળી હતી. ઘરગથ્થુ ફુગાવો લગભગ 3.17% પર સ્થિર રહ્યો, શિક્ષણ ફુગાવો ઘટીને 4% થયો અને આરોગ્ય ક્ષેત્રનો ફુગાવો 4.57% થયો. પરિવહન અને સંદેશાવ્યવહાર ફુગાવો ઝડપથી ઘટીને 2.12% થયો, જ્યારે ઇંધણ અને વીજળી ફુગાવો નજીવો વધ્યો.એટલે કે તેમાં વધારો જોવા મળશે.
સામાન્ય માણસ પર છૂટક ફુગાવાનો પ્રભાવ
ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટ જેવા પગલાંનો ઉપયોગ કરે છે. RBI રિટેલ ફુગાવાને 4% ની અંદર રાખવાનું લક્ષ્ય રાખે છે. ફુગાવો સામાન્ય લોકોની ખરીદ શક્તિને અસર કરે છે. રોકાણકારો માટે ફુગાવાનો દર મહત્વપૂર્ણ છે કારણ કે તે વળતરના વાસ્તવિક મૂલ્યને અસર કરે છે.