ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત થતા જ તેની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં આવી ગયા છે. જ્યારે સવારે તો શેરબજારમાં મંદીનો માહોલ હતો. પરંતુ થોડા સમય પહેલા જ મધર ઓફ ઓલ ડીલ્સની જાહેરાત થતા જ સેન્સેક્સમાં 319.77 પોઇન્ટનો ઉછાળા સાથે 81,857.48 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 188.20 પોઇન્ટના વધારા સાથે  25,236.85 અંકે બંધ થયો.  

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? 


એશિયાઈ શેરબજારોમાં હળવી વધઘટ જોવા મળી. દક્ષિણ કોરિયા પર વધુ ટેરિફની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીથી રોકાણકારોની ચિંતા વધી. શરૂઆતના ઘટાડા પછી, દક્ષિણ કોરિયાનો BSE ઇન્ડેક્સ સુધર્યો અને લગભગ 0.7 ટકા વધ્યો. છેલ્લા અપડેટ મુજબ જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.1 ટકા વધ્યો હતો.

સોમવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા. રોકાણકારો આ સપ્તાહની મુખ્ય કંપનીઓની કમાણી અને ફેડરલ રિઝર્વની વ્યાજ દર બેઠકની રાહ જોઈ રહ્યા છે. S&P 500 ઇન્ડેક્સ 0.50 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ 0.43 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.64 ટકા વધ્યો.


  • Follow us on: