શેરબજાર આજે લીલા નિશાનમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સોમવારે શેરબજારની પોઝિટીવ શરૂઆતની સાથે માર્કેટ લીલા નિશાને બંધ થયું. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 290  પોઇન્ટના વધારા સાથે 83,506 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 83.00 અંકના વધારા સાથે અંકે 25,575 બંધ થયો. 

લીલા નિશાનમાં માર્કેટ બંધ

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 25,600 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફ્ટીમાં પણ થોડો વધારો જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેરો આજે આઉટપર્ફોર્મ કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રી સાથેની બેઠક પહેલા સંરક્ષણ કંપનીઓ ઉત્સાહી દેખાઈ રહી હતી. નિફ્ટી ડિફેન્સ લગભગ 1.5% વધ્યો હતો.

આજે બીજા ક્વાર્ટરના પરિણામો

ઘણી મોટી કંપનીઓ આજે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે તેમના બીજા ક્વાર્ટર (Q2) પરિણામો જાહેર કરવાના છે. આમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), બજાજ ફાઇનાન્સ, વોડાફોન આઈડિયા, એથર એનર્જી, બજાજ કન્ઝ્યુમર કેર, વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ, એમી, બાલાજી એમાઇન્સ, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિકોમ ટેલિસિસ્ટમ્સ, ગુજરાત ગેસ, હુડકો, જિંદાલ સ્ટેનલેસ, કલ્પતરુ, KPIT ટેક્નોલોજીસ, CE ઇન્ફો સિસ્ટમ્સ, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપની, સ્પેન્સર રિટેલ, બજાર સ્ટાઇલ રિટેલ, સુલા વાઇનયાર્ડ્સ, સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ, શર્મા SGS ટેકનોલોજી, ત્રિવેણી ટર્બાઇન્સ અને વી-માર્ટ રિટેલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો રોકાણકારો અને બજાર વિશ્લેષકો માટે મહત્વપૂર્ણ રહેશે કારણ કે તે ભવિષ્યના વ્યવસાયિક વલણો અને ક્ષેત્રીય સ્વાસ્થ્ય પર સંકેતો પ્રદાન કરશે.