ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. ભારતીય શેરબજાર નબળા એશિયન બજારો વચ્ચે નીચા સ્તરે ખુલ્યા. ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપ વચ્ચેના તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી છે, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે, જેના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી છે. દરમિયાન, બેંકિંગ શેરોમાં નફા-બુકિંગને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી 50 અને સેન્સેક્સ નીચે આવી ગયા.


શેર બજાર લાલ નિશાને બંધ 

બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ 270.84 પોઇન્ટના ઘટાડા સાથે 81,909 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 75 પોઇન્ટના ઘટાડા સાથે 25,157 અંકે બંધ થયો. 

ટ્રમ્પે 200% ટેરિફની ધમકી આપી

અમેરિકાએ ફરી એકવાર ટેરિફ બોમ્બ ફેંક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શનિવારે આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફની જાહેરાત કરી હતી, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકાની ગ્રીનલેન્ડ યોજનાના વિરોધના જવાબમાં આ ટ્રમ્પ ટેરિફ ચેતવણી જારી કરવામાં આવી છે, અને ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ગ્રીનલેન્ડના જોડાણમાં કોઈ અવરોધો આવશે, તો 1 જૂનથી ટેરિફ વધારીને 25% કરવામાં આવશે. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદવાની નવી ધમકી આપી.

જાપાનથી કોરિયા સુધી બજાર કડાકો

ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આ નવા ખતરાની સીધી અસર એશિયન શેરબજારો પર ગભરાટના સ્વરૂપમાં પડી છે. બુધવારે જ્યારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે મોટાભાગના એશિયન શેરબજારો ફ્રી ફોલમાં હતા. જાપાનનો નિક્કી 297 પોઈન્ટ ઘટીને 52,693 પર બંધ થયો, જે શરૂઆતના ટ્રેડિંગમાં 796 પોઈન્ટ ઘટીને 52,194 પર બંધ થયો હતો.

જાપાન ઉપરાંત, હોંગકોંગનો હેંગ સેંગ 112 પોઈન્ટ ઘટીને 26,423 પર બંધ થયો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટ્યો. અન્ય બજારોમાં, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200, DAX અને CAC પણ રેડ ઝોનમાં દેખાયા.

અમેરિકામાં જ પરિસ્થિતિ ભયાનક

ટ્રમ્પ ટેરિફની અસર ફક્ત એશિયન બજારોમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ મોટા પાયે અનુભવાઈ છે. ગઈકાલે યુએસ શેરબજારો પણ તીવ્ર નુકસાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 870 પોઈન્ટ ઘટીને 48509 પર બંધ થયો, જ્યારે S&P ૫૦૦ ઇન્ડેક્સ પણ અવ્યવસ્થિત દેખાયો. બંધ થતાં સુધીમાં તે 143 પોઈન્ટ ઘટીને 6817 પર બંધ થયો..


BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

  • Follow us on: