સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 368 પોઇન્ટના ઘટાડા સાથે 81,958.98 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 104.6 પોઇન્ટના ઘટાડા સાથે 25,122.75 અંકે બંધ થયો છે.
લીલા નિશાનમાં થઇ હતી શરૂઆત, લાલ નિશાને બંધ
શેરબજારમાં દિવાળી તહેવારનો માહોલ જોવા મળ્યો. બજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીની ધમાકેદાર શરૂઆત થઈ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ +153.78 (0.19%)ના ઉછાળા સાથે 82,480.83 અંકે ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +58.00 (0.23%)ના ઉછાળા સાથે 25,285.35ના અંકે ખૂલ્યો.
શેરબજારની સકારાત્મક શરૂઆત
શેરબજાર સપ્તાહના બીજા દિવસે સકારાત્મક રીતે ખુલ્યું. દિવાળી તહેવારને લઈને આગામી દિવસોમાં ચોપડા પૂજન અને ધનતરેસને લઈને લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. બજારમાં દિવાળીની અસર જોવા મળી. આજે ટેક મહિન્દ્રા, HCL ટેક, ONGC, શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ફોસિસ ટોચના નિફ્ટી ગેઇનર્સમાં સામેલ છે, જેમાં 1.18 થી 1.79 ટકાનો વધારો થયો છે. જયારે ડૉ. રેડ્ડીઝ, એક્સિસ બેંક, ટાઇટન, અદાણી પોર્ટ્સ અને HDFC લાઇફ જેવા શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. GIFT નિફ્ટી 25,312 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 3 પોઈન્ટનો પ્રીમિયમ હતો, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે સારું ઓપનિંગ સૂચવે છે.
બજારમાં 75%નો સુધારો
સોમવારે વોલ સ્ટ્રીટમાં શાનદાર વાપસી જોવા મળી. ગયા સપ્તાહના ઘટાડામાંથી બજારમાં લગભગ 75% સુધારો થયો. ડાઉ જોન્સ લગભગ 600 પોઈન્ટ ઉછળ્યો, જ્યારે S&P 500 એ મે પછીનો શ્રેષ્ઠ દિવસ નોંધાવ્યો. ગયા સપ્તાહના ઘટાડામાંથી બજારમાં લગભગ 75% સુધારો થયો. ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ શાંતિ કરારને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ પહેલની જાહેરાત કરતા કહ્યું, "આપણે સાથે મળીને એક ભવ્ય અને કાયમી શાંતિનું નિર્માણ કરીશું." તેમણે કહ્યું કે ઘણા દેશોએ પુનર્નિર્માણ ભંડોળ પૂરું પાડવાનું વચન આપ્યું છે,