ભારતીય શેરબજાર આજે બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ 148 પોઇન્ટના ઘટાડા સાથે 83,311.01 અંકે બંધ થયું. જ્યારે નિફ્ટી 87.95 પોઇન્ટના ઘટાડાસાથે 25,509.70 અંકે બંધ થયો.
લીલા નિશાનમાં ખૂલ્યું
ભારતીય શેરબજારની ગુરુવારે વધારા સાથે શરૂઆત થઇ છે. શરૂઆતમાં ઘટાડા બાદ બજારમાં તેજી જોવા મળી છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 197 પોઇન્ટના વધારા સાથે 83,656 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 28.50 પોઇન્ટના વધારા સાથે 25,626.15 અંકે ખૂલ્યો હતો.
વૈશ્વિક બજારો કઈ દિશા આપી રહ્યા છે?
ગુરુવારે એશિયા-પેસિફિક બજારોમાં મજબૂત તેજી જોવા મળી. બુધવારે એશિયન ટ્રેડિંગ સત્રમાં યુએસ બજારોમાં મજબૂતાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 2.5%, જાપાનનો નિક્કી 225 1.45% અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.58% વધ્યો.
