સોમવારે (24 નવેમ્બર) ભારતીય શેરબજારો સપ્તાહના પહેલા ટ્રેડિંગ સત્રમાં વૈશ્વિક બજારો તરફથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ઊંચા સ્તરે ખુલ્યા હતા, IT શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો. જોકે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવને કારણે રોકાણકારો સાવધ રહ્યા હતા.
લાલ નિશાનમાં માર્કેટ બંધ
જેથી બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા.સેન્સેક્સ 331.21 પોઇન્ટના ઘટાડા સાથે 84,900 અંકે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 121.25 પોઇન્ટના ઘટાડા સાથે 25,946 અંકે બંધ થયો હતો.
લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
સવારે 9.31 કલાકે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ લગભગ 131 પોઈન્ટ વધીને 85,363 પર ખુલ્યો. તેણે તરત જ મજબૂતી દર્શાવી. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 46.50 પોઇન્ટ વધીને 26,114.65 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વચ્ચે એશિયન શેરબજારો થોડા વધારા સાથે બંધ થયા. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 અને દક્ષિણ કોરિયાનો Kospi લગભગ 1 ટકા વધ્યો હતો, જ્યારે જાપાન રજા માટે બંધ હતો. ગયા અઠવાડિયે MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સ એપ્રિલ પછીનો સૌથી તીવ્ર સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો.
દરમિયાન, વોલ સ્ટ્રીટ શુક્રવારે ઊંચો બંધ થયો. અહેવાલો સૂચવે છે કે યુએસ Nvidia Corp. ને તેની H200 કૃત્રિમ બુદ્ધિ ચિપ્સ ચીનને વેચવાની મંજૂરી આપી શકે છે. S&P 500 અને Nasdaq અનુક્રમે 0.98 ટકા અને 0.88 ટકા વધ્યા હતા.