શુક્રવારે (21 નવેમ્બર) ના રોજ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા  અને લાલ નિશાનમાં જ બંધ થયા.  વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો જણાતા હાત. . વૈશ્વિક બજારોમાં ઘટાડાનો પ્રભાવ સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, ICICI બેંક અને HDFC બેંક જેવા ખાનગી બેંક અને નાણાકીય શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચી લીધું.

લાલ નિશાને શેરબજાર બંધ 

બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 400.76 પોઇન્ટના ઘટાડા સાથે 85,231.92 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 129 પોઇન્ટના ઘટાડા સાથે  26,062.20 અંકે બંધ થયો. 

આજે શેરબજાર કેમ ઘટ્યું?

સૌથી મોટું કારણ યુએસ જોબ ડેટામાં વધારો હતો, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ. આના કારણે વૈશ્વિક અને એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો થયો. એશિયન બજારોમાં ઘટાડો થયો, જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩ ટકાથી વધુ ઘટ્યો અને જાપાનનો નિક્કી 225 2 ટકાથી વધુ ઘટ્યો. રાતોરાત, યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા, જેમાં નાસ્ડેક કમ્પોઝિટ 02.15ટકા, S&P-500 1.56 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.84 ટકા ઘટ્યો.

કયા શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો?

સૌથી વધુ નુકસાન કરનારાઓમાં, બેંકો પ્રોડક્ટ્સ અને જેપી પાવરના શેર 5 ટકાથી વધુ ઘટ્યા. તેમના પછી જેનટેક, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, હિટાચી, વિશાલ મેગા માર્ટ, બીડીએલ અને જેએસડબ્લ્યુ એનર્જીનો સમાવેશ થાય છે, જે બધા 2 ટકાથી વધુ ઘટ્યા છે.


(નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.)