સોમવારે સવારે ભારતીય શેરબજાર મજબૂત રીતે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં રોકાણકારોનો વિશ્વાસ સ્પષ્ટ હતો, અને મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ખુલ્યા. તેવી જ રીતે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ થયા.

શેરબજાર લીલા નિશાનમાં બંધ 

સેન્સેક્સ 485.35 પોઇન્ટના વધારા સાથે 84,065.75 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 173.60 પોઇન્ટના વધારા સાથે 25,867.30 અંકે બંધ થયો. ઉલ્લેખનીય છે કે BSE સેન્સેક્સ 418 પોઈન્ટ વધીને 83,999 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 25,816 પર ખુલ્યો હતો, જે લગભગ 123 પોઈન્ટ વધીને બંધ થયો હતો. શરૂઆતના સત્રમાં નિફ્ટીએ પણ 25,922 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.

અમેરિકાની અસર 

બજારની આ મજબૂતાઈ પાછળ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંયુક્ત નિવેદન અને વચગાળાના વેપાર કરારની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ જારી કરાયેલા આ નિવેદનમાં ITA ના માળખાનો ખુલાસો થયો હતો, જેણે ટેરિફની આસપાસની અનિશ્ચિતતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોય તેવું લાગે છે.