શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ 526.95 પોઇન્ટના ઘટાડ઼ા સાથે 83,451 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 175 પોઇન્ટના ઘટાડા સાથે 25,587.80 અંકે બંધ થયો.
લાલ નિશાને ખૂલ્યું હતું માર્કેટ
મંગળવારે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત થઇ. શરૂઆતના વેપારમાં GIFT નિફ્ટી ફ્યુચર્સ પણ ફ્લેટ ટ્રેન્ડ દર્શાવે છે. સવારે 6:27 વાગ્યે, GIFT નિફ્ટી ફ્યુચર્સ 25,898 પર સ્થિર રહ્યા. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ −147.31 પોઇન્ટના ઘટાડા સાથે 83,831.18 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 50.10 પોઇન્ટના ઘટાડા સાથે 25,713.25 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારની સ્થિતિ શું છે ?
મંગળવારે એશિયા-પેસિફિક બજારો મોટાભાગે નીચા સ્તરે ટ્રેડ થયા હતા, જ્યારે વોલ સ્ટ્રીટ પર ટેક શેરોમાં સુધારો થયો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.36% ઘટ્યો હતો, જાપાનનો Nikkei 225 0.39% ઘટ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો Kospi 0.32% નબળો પડ્યો હતો. રોકાણકારો યુએસના વેપાર ડેટા અને રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના નીતિગત નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
યુએસમાં, ટેક-હેવી Nasdaq Composite 0.46% વધ્યો હતો, અને વ્યાપક S&P 500 0.17% ના થોડા વધારા સાથે બંધ થયો હતો. એમેઝોનના શેરમાં 4% ઉછાળો અને Nvidia ને UAE માં તેની ચિપ્સ મોકલવા માટે નિકાસ લાઇસન્સ મળવાને કારણે આ વધારો થયો હતો. દરમિયાન, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.48% ઘટ્યો.
સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ₹1,686.55 કરોડના શેર વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹3,273.65 કરોડના શેર ખરીદ્યા.