એશિયાઇ બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ઘટાડા સાથે જ ખૂલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઘટાડા સાથે જ બંધ થયા. બપોરે 3.30 કલાકની જો વાત કરીએ તો, સેન્સેક્સ 733 પોઇન્ટના ઘટાડા સાથે 80,426 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 220 પોઇન્ટના ઘટાડા સાથે24,670 અંકે બંધ થયો. 

આ ફાર્મા કંપનીના શેર્સમાં ઘટાડો

ટ્રમ્પ ટેરિફ જાહેરાત બાદ પાંચ ભારતીય ફાર્મા શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જેમાં ઓરોબિંદો, લુપિન, ડીઆરએલ, સન ફાર્મા અને બાયોકોનનો સમાવેશ થાય છે. તેમાં તીવ્ર ઘટાડો થયો. અરવિંદો ફાર્મા 1.91 ટકા ઘટીને ₹1,076 પર ટ્રેડ થઈ રહ્યો હતો. લુપિન શેર લગભગ 3 ટકા ઘટીને ₹1,918.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સન ફાર્માના શેર 3.8 ટકા ઘટીને ₹1,580 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સિપ્લાના શેર 2 ટકા ઘટીને. સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સ 6 ટકા, નેટકો ફાર્મા 5 ટકા, બાયોકોન 4 ટકા, ગ્લેનફાર્મા 3.7 ટકા, ડિવિલાબ 3 ટકા, આઈપીસીએ લેબ્સ 2.5 ટકા અને ઝાયડસ લાઈફ 2 ટકા ઘટી ગયા હતા. મેનકાઇન્ડ ફાર્મામાં પણ 3.30 ટકા ઘટાડો થયો હતો.

બીએસઈના ટોચના 30 શેરોમાં સન ફાર્મામાં સૌથી મોટો 3.8 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ સહિત 25 શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બાકીના 5 શેરોમાં વધારો થયો હતો.

વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices