સોમવારે શેરબજારની પોઝિટીવ શરૂઆત થઇ છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે  અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે ખૂ્લ્યો.  સોમવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા.

લીલા નિશાનમાં ખૂલ્યુ શેરબજાર

AI શેરોના ઊંચા મૂલ્યાંકન પર ગયા સપ્તાહના ઘટાડા બાદ રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો. જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૯%, દક્ષિણ કોરિયાનો KOSPI 2.5 % અને હોંગકોંગનો હેંગ સેંગ 0.33 % વધ્યો.દરમિયાન, શુક્રવારે યુએસ બજારો મિશ્ર બંધ થયા. S&P 500 0.13 %, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.16 % વધ્યો, જ્યારે ટેક-હેવી નાસ્ડેક  0.21 % નીચે હતો.

આજે બીજા ક્વાર્ટરના પરિણામો

ઘણી મોટી કંપનીઓ આજે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે તેમના બીજા ક્વાર્ટર (Q2) પરિણામો જાહેર કરવાના છે. આમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), બજાજ ફાઇનાન્સ, વોડાફોન આઈડિયા, એથર એનર્જી, બજાજ કન્ઝ્યુમર કેર, વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ, એમી, બાલાજી એમાઇન્સ, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિકોમ ટેલિસિસ્ટમ્સ, ગુજરાત ગેસ, હુડકો, જિંદાલ સ્ટેનલેસ, કલ્પતરુ, KPIT ટેક્નોલોજીસ, CE ઇન્ફો સિસ્ટમ્સ, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપની, સ્પેન્સર રિટેલ, બજાર સ્ટાઇલ રિટેલ, સુલા વાઇનયાર્ડ્સ, સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ, શર્મા SGS ટેકનોલોજી, ત્રિવેણી ટર્બાઇન્સ અને વી-માર્ટ રિટેલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો રોકાણકારો અને બજાર વિશ્લેષકો માટે મહત્વપૂર્ણ રહેશે કારણ કે તે ભવિષ્યના વ્યવસાયિક વલણો અને ક્ષેત્રીય સ્વાસ્થ્ય પર સંકેતો પ્રદાન કરશે.