આજે વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો ઊંચા ખુલ્યા. સવારે 8.20 કલાકે GIFT નિફ્ટી ફ્યુચર્સ 84 પોઈન્ટ વધીને 26137 પર બંધ થયા હતા, જે મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ, નિફ્ટી 50 માટે સકારાત્મક શરૂઆત દર્શાવે છે. સવારે 9.33 કલાકની વાત કરીએ તો , સેન્સેક્સ 139 પોઇન્ટના વધારા સાથે 85,325 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 47 પોઇન્ટના વધારા સાથે 26,100 અંકે ખૂલ્યો. 

લીલા નિશાને બંધ થયુ હતું માર્કેટ 

બુધવારે શરૂઆતમાં, સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા બંધ થયા હતા. PSU બેંક અને IT શેરોમાં વધારાથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ અને નિફ્ટીને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ 513  પોઈન્ટ વધીને બંધ થયો હતો. નિફ્ટી 50  પણ 26000 ની ઉપર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ 

એશિયન બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ૩.૬૨ ટકા, મેઇનલેન્ડ ચીનનો CSI 300 0.47 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.65 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.5 ટકા વધ્યો હતો. યુએસ શેરબજારો પણ ઊંચા બંધ થયા હતા, જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.10 ટકા વધ્યો હતો. બુધવારે S&P 500 0.38 ટકા વધ્યો હતો, અને Nasdaq Composite 0.59 ટકા વધ્યો હતો.

મેક્રો મોરચે, યુએસ ફેડરલ રિઝર્વની ઓક્ટોબરની બેઠકની મિનિટ્સ દર્શાવે છે કે અધિકારીઓ શ્રમ બજારમાં મંદી કે સ્થિર ફુગાવાથી અર્થતંત્ર માટે મોટું જોખમ છે કે કેમ તે અંગે વિભાજિત હતા.

IPO અપડેટ

મુખ્ય બોર્ડ સેગમેન્ટ ફુજિયામા પાવર સિસ્ટમ્સના IPO ના શેર એક્સચેન્જ પર લિસ્ટેડ થશે. દરમિયાન, ગેલાર્ડ સ્ટીલનો IPO સબ્સ્ક્રિપ્શનના બીજા દિવસે પ્રવેશ કરશે.