ગુુરુવારે શરેબજારની પોઝિટીવ શરૂઆત થઇ છે. સેન્સેક્સ લીલા જ્યારે નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યો છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 28.70 પોઇન્ટના નજીવા વધારા સાથે 84,495.20 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 5.70 પોઇન્ટના ઘટાડા સાથે 25,870.10 અંકે ખૂલ્યો.
બુધવારે તેજી સાથે થયા હતા બંધ
બુધવારે શરૂઆતમાં, બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ મજબૂત વધારા સાથે બંધ થયા. H1 વિઝા પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નરમ વલણથી IT શેરોમાં વધારો થયો, જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી.
વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ?
ગુરુવારે એશિયન બજારોમાં વધારો થયો, જ્યારે વોલ સ્ટ્રીટમાં મિશ્ર વલણ જોવા મળ્યું. રોકાણકારો વોશિંગ્ટનમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે, જ્યાં એવા સંકેતો છે કે યુએસ સરકાર આ અઠવાડિયાના અંત સુધીમાં ફરી ખુલી શકે છે. દરમિયાન, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.4 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.3 ટકા વધ્યો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.2 ટકા નીચે હતો.
બુધવારે યુએસ ઇક્વિટી બજારો મિશ્ર બંધ થયા. રોકાણકારોએ ઉચ્ચ-મૂલ્યવાન ટેક શેરોથી દૂર રહ્યા અને લાંબા સમય સુધી ચાલી રહેલા યુએસ સરકારના શટડાઉનના સંભવિત ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સરકારને ફરીથી ખોલવા માટે કામચલાઉ ભંડોળ બિલ પર મતદાન કરવાની તૈયારી કરી રહ્યું હતું, જેનાથી યુએસ ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો અંત આવવાની આશા જાગી. S&P 500 થોડો વધારા સાથે બંધ થયો, જ્યારે લગભગ સ્થિર રહ્યો, નાસ્ડેક કમ્પોઝિટ 0.26 ટકા ઘટ્યો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.68 ટકા વધ્યો.