સોમવારે એશિયન બજારોમાં તેજી વચ્ચે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર ઊંચા ખુલ્યો. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 528 પોઇન્ટના વધારા સાથે 84,480.57 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 159 પોઇન્ટના વધારા સાથે 25,868.85 અંકે ખૂલ્યો. 

લીલા નિશાને ખૂલ્યુ માર્કેટ 

રોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને ICICI બેંક જેવા મુખ્ય શેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કંપનીઓએ ગયા અઠવાડિયે બજાર કલાકો પછી તેમના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા.

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? 

સોમવારે એશિયન બજારો સકારાત્મક નોંધ પર ખુલ્યા, રોકાણકારો ચીનના મુખ્ય આર્થિક અહેવાલો પર નજર રાખી રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2.1 ટકા વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.53 ટકાના વધારા સાથે બંધ થયો.

શુક્રવારે યુએસ શેરબજારો ઊંચા બંધ થયા, જેમાં તમામ મુખ્ય સૂચકાંકો સાપ્તાહિક વધારા સાથે બંધ થયા. રોકાણકારોએ પ્રાદેશિક બેંકોમાં ક્રેડિટ નુકસાન અને ચાલુ વેપાર તણાવ અંગે ચિંતાઓને દૂર રાખી. S&P 500 0.53 ટકા વધ્યો, ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ 0.52 ટકા વધ્યો, જ્યારે ડાઉ જોન્સ 0.52 ટકા ઘટ્યો.