વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં, મંગળવારે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે ખૂલ્યા. શરૂઆતના કારોબારમાં IT અને ખાનગી બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ બજાર પર અસર કરી.
લીલા નિશાનમાં ખૂલ્યું માર્કેટ
સવારે 9.32 કલાકે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 40.38 પોઈન્ટ વધીને 84,941 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 10.85 પોઇન્ટના વધારા સાથે 25,970.35 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોની શું છે સ્થિત?
મંગળવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા. વોલ સ્ટ્રીટ ટેક શેરોમાં રિકવરી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની વધતી અપેક્ષાઓથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધારો થયો. મંગળવારે જાપાનનો નિક્કી 225 0.65% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.75% વધ્યો. મુખ્ય એશિયન બજાર સૂચકાંકો લીલા રંગમાં હતા.
વોલ સ્ટ્રીટ પર, S&P 500 ઇન્ડેક્સે છ અઠવાડિયામાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું. જ્યારે દર ઘટાડાની અપેક્ષાઓએ બજારોને વેગ આપ્યો. બ્લૂમબર્ગના મતે, મની માર્કેટ ડિસેમ્બરમાં ફેડ દ્વારા દર ઘટાડવાની 70% થી વધુ શક્યતાનો અંદાજ લગાવી રહ્યા છે. S&P 500 અને Nasdaq અનુક્રમે 1.55% અને 2.69% વધીને બંધ થયા.