આજે ભારતીય શેરબજાર માટે બે મુખ્ય પરિબળો ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતીય બજાર યુએસ અને એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો થયો અને બીજુ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ છે. જેને  ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખૂલ્યા છે.સવારે 9.33 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 66.17 પોઇન્ટના ઘટાડા સાથે 84,412.50 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 16.15 પોઇન્ટના ઘટાડા સાથે 25,863.00 અંકે ખૂલ્યો. બિહાર ચૂંટણી પરિણામો અંગે સ્પષ્ટ ચિત્ર બહાર ન આવે ત્યાં સુધી રોકાણકારો સાવધ જોવા મળ્યા. 

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? 

વોલ સ્ટ્રીટની નબળાઈને પગલે એશિયન બજારોમાં ઘટાડો થયો. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે ટેકનોલોજી શેરોમાં નવા દબાણ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.5 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો KOSPI 2.03 ટકા ઘટ્યો અને હોંગકોંગનો હેંગ સેંગ 1.23 ટકા ઘટ્યો.

ગુરુવારે યુએસ શેરબજાર નોંધપાત્ર નુકસાન સાથે બંધ થયા. AI-સંબંધિત શેરોમાં ઘટાડાએ બજારના દબાણમાં વધારો કર્યો અને મૂલ્યાંકન અંગે ચિંતાઓ ઉભી કરી. S&P 500 1.7 ટકા ઘટ્યો. Nasdaq Composite 2.3 ટકા ઘટ્યો અને Dow Jones Industrial Average 1.7 ટકા ઘટ્યો.

ગુરુવારે શું હતી માર્કેટની સ્થિતિ ?

ગઈકાલે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બજારમાં તેની ઊંચી સપાટીથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી માત્ર 3.35 પોઈન્ટ વધીને 25,879.15 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 12.16 પોઈન્ટ વધીને બંધ થયો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ તેના રેકોર્ડ ઊંચા સ્તરથી ઝડપથી નીચે ગયો. સ્મોલ-કેપ અને લાર્જ-કેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું.