ટ્રમ્પે દાવોસમાં ભારત સાથે સારા સોદાનો સંકેત આપ્યો હતો. આ નિવેદનની આજે ભારતીય બજાર પર અસર પડી છે. આજે ભારતીય શેરબજાર ઝૂમી ઉઠ્યુ છે. શેરબજારની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખૂલ્યા. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +741.83 પોઇન્ટના વધારા સાથે 82,651.46 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +236.50  પોઇન્ટના વધારા સાથે 25,394.00 અંકે ખૂલ્યો. 


વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભારત સાથે ટ્રેડ ડીલ અંગે શું બોલ્યા ટ્રમ્પ ? 

અમેરિકા સાથે વેપાર સોદા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, એક મોટી અપડેટ સામે આવી છે. આ અપડેટ ફરી એકવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી હતી. ગયા બુધવારે દાવોસમાં, તેમણે ભારત સાથેના સોદા અંગે અનેક સકારાત્મક સંકેતો આપ્યા હતા. આ સોદા અંગેના પ્રશ્નના જવાબમાં, યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પીએમ મોદીનું સન્માન કરે છે અને તેમના સારા મિત્ર પણ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ભારત સાથે સારા સોદા તરફ આગળ વધી રહ્યા છે. આ નિવેદનને ભારતીય શેરબજાર માટે પણ સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે, જે ઘણા દિવસોથી ઘટી રહ્યું છે.

ભારત સાથે વેપાર સોદાની સંભાવનાઓ વિશે સીધા પૂછવામાં આવતા, યુએસ પ્રમુખે ટૂંકો પરંતુ સકારાત્મક જવાબ આપ્યો. ટ્રમ્પે કહ્યું, "અમને સારી ડીલ થવાની આશા છે." ભારત અને અમેરિકાએ અત્યાર સુધીમાં વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર અને પરસ્પર કર ઘટાડવા માટે કામચલાઉ વ્યવસ્થા પર છ રાઉન્ડની વાટાઘાટો કરી છે. બંને દેશો લાંબા સમયથી ચાલતા વેપાર વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ? 

આ રાહત સૌપ્રથમ એશિયન બજારોમાં અનુભવાઈ. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ટેકનોલોજી શેરોના નેતૃત્વમાં દક્ષિણ કોરિયાના બજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી અને રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરતો દેખાયો. દરમિયાન, વોલ સ્ટ્રીટમાં પણ રાતોરાત રાહતનો માહોલ જોવા મળ્યો. જેમ જેમ યુએસમાં ભૂરાજકીય અને વેપાર તણાવ ઓછો થયો, તેમ તેમ S&P 500 અને Nasdaq બંને 1% થી વધુ ઊંચા બંધ થયા.


BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી