ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ લોકો હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઘણી વખત લોકો ખોટા ઈનકમ ટેક્સ રિફંડ ક્લેઈમ કરતા હોય છે. હવે આવી કોઈ જ ચાલાકી નહીં ચાલે. કારણ કે હવે ઈનકમ ટેક્સ વિભાગ ખોટા ક્લેઈમ કરનારને પકડી તેની સામે કડક હાથે કાર્યવાહી કરશે. ઈનકમ ટેક્સ વિભાગ પણ હાઈટેક ટેકનોલોજીની મદદ લઈ આવા ખોટા ક્લેઈમને પકડી શકે છે. જીહાં. ઈનકમ ટેક્સ વિભાગે આવા ખોટા ક્લેમને શોધવા AI અને ડેટા એનાલિટિક્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. ખોટો રિફંડ ક્લેઈમ કરનારને બની શકે છે કે ક્લેઈમ બાદ રિફંડના નામે થોડીક રકમ મળી જાય. પરંતુ ત્યાર બાદ તેને થઈ શકે છે મોટુ નુકસાન.
ખોટા IT રિફંડ ક્લેઈમ પર વસુલાશે 5 ઘણી રકમ
જો તમે ખોટો ટેક્સ રિફંડ ક્લેઈમ કર્યો તો AI અને ડેટા એનાલિટીક્સની મદદથી ઈનકમ ટેક્સ વિભાગ તમને પકડી શકે છે. અને આવી ઘટનામાં ટેક્સપેયર્સ પાસેથી રિફંડની રકમ તો વસુલાશે પરંતુ તેની સાથે સાથે વ્યાજ અને દંડ પણ વસુલવામાં આવશે. અને તેની રકમ રિફંડની રકમ કરતા 5 ગણી વધારે પણ હોઈ શકે છે. એટલું જ નહીં ટેક્સપેયરે કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.
