UPI હવે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી રિટેલ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના પેમેન્ટ સિસ્ટમ્સ રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ UPI પેમેન્ટનું પ્રમાણ 2024માં 17,221 કરોડ વ્યવહારો સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2019માં માત્ર 1,079 કરોડ હતું. વ્યવહારોનું કુલ મૂલ્ય 2019માં રૂપિયા 18.4 લાખ કરોડથી વધીને 2024માં રૂપિયા 246.8 લાખ કરોડ થવાનો અંદાજ છે.
કુલ વ્યવહારોમાં UPIનો હિસ્સો 84.8%
ગયા વર્ષે UPI વ્યવહારોની સંખ્યામાં 22%નો વધારો થયો હતો. કુલ UPI વ્યવહારો કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ 6 મહિનામાં 1.17 બિલિયનથી વધીને 2025ના પ્રથમ 6 મહિનામાં 1.43 બિલિયન થયા. વધુમાં, કુલ UPI પેમેન્ટની રકમ પણ 34.7% વધીને ₹10,637 લાખ કરોડ થયું, જે FY24ના પ્રથમ છ મહિનામાં ₹7,897.1 લાખ કરોડ હતું. રિઝર્વ બેન્કના અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે 2025ના પ્રથમ છ મહિનામાં કુલ વ્યવહારોમાં UPIનો હિસ્સો 84.8% હતો. અહેવાલ મુજબ, UPIના વ્યાપક ઉપયોગ પાછળના મુખ્ય કારણો ઉપયોગમાં સરળતા, ઝડપ અને 24 કલાક ઉપલબ્ધતા છે.
