CBDT ચેરમેને વધુમાં કહ્યુ હતુ કે, સરકાર જૂના વિકલ્પને દૂર નહી કરે. આ સિસ્ટમ હાલ તે લોકો માટે ચાલુ રહેશે જેમને હોમ લોન અને 80C જેવી મુક્તિઓનો લાભ મળે છે.
જૂની ટેક્સ સિસ્ટમ યથાવત્
આવકવેરા રિટર્ન ફાઇલ કરતા લાખો કરદાતાઓના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. શું સરકાર જૂની ટેક્સ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરશે? હોમ લોન, વીમા અને PPF જેવી બચત દ્વારા કર બચાવવા માટે જૂની સિસ્ટમ પર આધાર રાખો છો, તો તમારા માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે સ્પષ્ટતા કરી છે કે, જૂની ટેક્સ સિસ્ટમ યથાવત્ છે. તે બંધ નથી થઇ રહી. CBDT ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી કે, નવી ટેક્સ સિસ્ટમ હોવા છતાં જૂની સિસ્ટમને બંધ કરવા માટે સનસેટ ક્લોઝ લાવવાનો સરકારનો ઈરાદો નથી.
બે વિકલ્પો વચ્ચે પસંદગીની સ્વતંત્રતા
CBDT ચેરમેને સ્વીકાર્યું હતુ કે, કરદાતાઓએ નવી કર વ્યવસ્થાનું સ્વાગત કર્યું છે. આંકડા દર્શાવે છે કે લગભગ 88 ટકા વ્યક્તિગત કરદાતાઓ હવે નવી વ્યવસ્થા હેઠળ તેમના રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. આ એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. જો કે, આ હોવા છતાં, રવિ અગ્રવાલે ખાતરી આપી હતી કે કરદાતાઓને હજુ પણ બે વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા રહેશે. સરકાર માને છે કે સંક્રમણ સકારાત્મક છે.
જૂની કર વ્યવસ્થા કોના માટે જીવનરેખા ?
જ્યારે 88% લોકો નવી વ્યવસ્થા તરફ ગયા છે. ત્યારે જૂની વ્યવસ્થા કોને જોઈએ છે? કર નિષ્ણાતો માને છે કે જૂની વ્યવસ્થા હજુ પણ લાખો લોકો માટે ફાયદાકારક છે. નાંગિયા એન્ડ કંપની LLPના ભાગીદાર સચિન ગર્ગના મતે, તેને તાત્કાલિક દૂર કરવું ઉતાવળ હશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ સુરાણા સમજાવે છે કે આ વ્યવસ્થા મોટી હોમ લોન ધરાવતા લોકો અથવા તેમના પગાર માળખામાં HRA અને LTAનો લાભ મેળવનારાઓ માટે જીવનરેખા છે.
કરદાતાઓએ કેમ સ્વીકારી નવી સિસ્ટમ ?
જ્યારે જૂની સિસ્ટમ કપાતના લાભો પ્રદાન કરે છે. ત્યારે નવી ટેક્સ સિસ્ટમની વધતી જતી લોકપ્રિયતા પાછળ કેટલાક યોગ્ય કારણો છે. SVAS બિઝનેસ એડવાઇઝર્સના ડિરેક્ટર શુભમ જૈન કહે છે કે, જૂની સિસ્ટમ ધીમે ધીમે એક સંક્રમણ વિકલ્પ બની રહી છે. નવી સિસ્ટમ યુવાનો અને નવા વ્યાવસાયિકો માટે આદર્શ છે જેઓ રોકાણ દસ્તાવેજો એકત્રિત કરવા અને કર બચાવવાના ગણિતમાં ફસાવવા માંગતા નથી. નવી સિસ્ટમમાં ઓછા ટેક્સ સ્લેબ દર અને ઉચ્ચ મૂળભૂત મુક્તિ મર્યાદા છે.
આ પણ વાંચોઃ Israel Airstrike on Gaza: બદલો લેવા માટે બે હમાસ કમાન્ડરોની હત્યા, ઇઝરાયલનો અભિયાનમાં સફળતાનો દાવો
