આજના ડિજીટલ યુગમાં ઘણા ફ્રોડ થાય છે તેથી લોકો રોકાણ કરવાની તકો તો શોધે છે પણ ઘણીવાર પૈસા ગુમાવે છે. તેથી જ જોઈ કોઈ સુરક્ષિત અને વ્યજ મળવાની ગેરંટી સાથે રોકાણ કરવા માગતા હોય તો પોસ્ટ ઓફિસ યોજના ખૂબ જ અદભૂત છે. જેમાં તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરીને 1,23,508 રૂપિયાનું ફંડ બનાવી શકો છો. સાથે જ તમને 23,508 રૂપિયાનો સીધો ફાયદો મળશે અને તે પણ કોઈપણ જોખમ વિના અદભૂત લાભ મળશે.


3 વર્ષની FD પર થશે આટલો ફાયદો

પૈસા સુરક્ષિત અને સારા વ્યાજની સાથે ગેરંટી સાથે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ બેંકોની FDની જેમ જ કામ કરે છે. આમાં તમે નિશ્ચિત સમય માટે પૈસા જમા કરો છો અને પરિપક્વતા પર નિશ્ચિત વ્યાજ સાથે બધા જ પૈસા પાછા મેળવો છો. પોસ્ટ ઓફિસ FD સ્કીમ પર વ્યાજ દર બેંકો કરતા થોડા સારા છે. આ સ્કીમમાં 1 વર્ષ માટે વ્યાજ દર 6.9%, 2 વર્ષ માટે વ્યાજ દર 7.0%, 3 વર્ષ માટે વ્યાજ દર 7.1% અને 5 વર્ષ માટે વ્યાજ દર 7.5% છે. તમે પોસ્ટ ઓફિસ એફડીમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો 3 વર્ષ બાદ તમને કુલ 1,23,508 રૂપિયા મળશે. આનો અર્થ એ છે કે તમને 23,508 રૂપિયાનું ફિક્સ્ડ અને ગેરંટીડ વ્યાજ મળશે. આ એક ખૂબ જ સુરક્ષિત રોકાણ છે.

પોસ્ટ ઓફિસ યોજનાની ખાસ વિશેષતાઓ

આ યોજનામાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ યોજનામાં તમે સિંગલ ખાતું તેમજ સંયુક્ત ખાતું ખોલી શકો છો. બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને કેટલીક FD પર વધુ વ્યાજ મળે છે પરંતુ પોસ્ટ ઓફિસમાં બધા ગ્રાહકોને સમાન વ્યાજ દર આપવામાં આવે છે. જેથી દરેકને સમાન રીતે લાભ મળી શકે.


  • Follow us on: