સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં અમેરિકી ડોલરની મજબૂતી અને કાચા તેલની વધતી કિંમતો વચ્ચે રૂપિયો સોમવારે શરૂઆતી કારોબારમાં 4 પૈસા તૂટીને 88.69 પ્રતિ ડોલર પહોંચ્યો છે.
રૂપિયો તૂટ્યો
આ અંગે સલાહકારનું કહેવુ છે કે RBI તરફથી 88.80 સ્તરની રક્ષા હવે એક સ્પષ્ટ સીમા રેખાના રૂપમાં સામે આવી છે. જેનાથી ડોલર-રૂપિયો આ સ્તરની ઉપર નથી જઇ શકતો.બજાર 88.80 અને 89.00 ની વચ્ચે મજબૂત પ્રતિકારનો અનુભવ કરી રહ્યું છે, જ્યારે સપોર્ટ 88.40 ની નજીક છે. આ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં રૂપિયો આ શ્રેણીમાં મર્યાદિત એકત્રીકરણ જોઈ શકે છે.
રૂપિયામાં ઘટાડો કેમ?
ફોરેક્સ વેપારીઓ કહે છે કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રૂપિયાનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું છે. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 88.64 પ્રતિ ડોલર પર ખુલ્યો અને બાદમાં 88.69 પર પહોંચ્યો, જે તેના અગાઉના બંધ 88.65 થી ચાર પૈસાનો ઘટાડો હતો. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણોની ટોપલી સામે ડોલરની સ્થિતિને માપે છે, તે 0.08 ટકા વધીને 99.68 પર પહોંચ્યો.
શેર બજારમાં જોવા મળી તેજી
બીજી તરફ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. 30 અંકો વાળો સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 202.48 પોઇન્ટ વધીને 83418.76 પર પહોંચી ગયો. જ્યારે એનએસઇ પર નિફ્ટી 50 68.65 અંકના વધારા સાથે 25560.95 પર રહ્યો.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 0.66 ટકાના વધારા સાથે 64.05 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે શેર બજારના આંકડા અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકાર શુક્રવારે શુદ્ધ રૂપથી 4584.34 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી રહ્યા છે.