એરલાઈન્સ કંપની ઈન્ડિગોને GST ઈનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત રૂપિયા 1.27 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તે આ આદેશને પડકારશે. BSEને આપેલી ફાઈલિંગમાં એરલાઈનની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશને જણાવ્યું હતું કે મુંબઈના બાન્દ્રામાં ઓફિસ ઓફ ધ જોઈન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સની ઓફિસ દ્વારા તેને GST ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનો ઈનકાર કરી દીધો છે. સાથે જ વ્યાજ અને દંડની પણ માગ કરવામાં આવી છે.
કેટલો કરાયો કંપની પર દંડ?
કંપનીનું માનવું છે કે અધિકારીઓ દ્વારા પસાર કરાયેલો આદેશ ખોટો છે અને તેનો આધાર મજબૂત છે. કંપની પર લાદવામાં આવેલો કુલ દંડ રૂપિયા 1,27,41,663 છે, જે જુલાઈ 2017થી માર્ચ 2018 સુધીના સમયગાળાને આવરી લે છે. ઈન્ડિગોએ એમ પણ જણાવ્યું હતું કે આ આદેશથી તેના નાણાકીય ખર્ચ પર કોઈ ખાસ અસર પડી નથી, પરંતુ તે યોગ્ય અધિકારીઓ સમક્ષ તેની અપીલ કરશે.
