ભારતની અગ્રણી એરલાઈન ઈન્ડિગોના બોર્ડે વિલિયમ વોલ્શને નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ નિયુક્તિ નિયમનકારી મંજૂરીને આધિન છે. હાલમાં IATAના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત વિલિયમ વોલ્શ 31 જુલાઈ 2026 સુધી પોતાની વર્તમાન ભૂમિકા નિભાવશે અને 3 ઓગસ્ટ 2026 સુધીમાં ઈન્ડિગોમાં જોડાવાની અપેક્ષા છે.
https://twitter.com/ANI/status/2038920577197785524
ઈન્ડિગોને મજબૂત બનાવવા માટે વોલ્શ યોગ્ય પસંદગી
વિલિયમ વોલ્શ, જેને “વિલી” તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વિમાનન ક્ષેત્રમાં અત્યંત અનુભવી અને પ્રતિષ્ઠિત નેતા છે. તેઓ અગાઉ બ્રિટિશ એરવેઝના CEO તેમજ ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગ્રુપના મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂક્યા છે. ઈન્ડિગોના ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ જણાવ્યું કે વોલ્શનું નેતૃત્વ અને વિશાળ અનુભવ કંપનીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓએ પહોંચાડશે. તેમણે કહ્યું કે ઝડપથી વિકસતા વૈશ્વિક એવિએશન ક્ષેત્રમાં ઇન્ડિગોને મજબૂત બનાવવા માટે વોલ્શ યોગ્ય પસંદગી છે.
કેવી રીતે શરૂ થઈ વિલિયમ વોલ્શની કારકિર્દી?
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે વોલ્શનું આગમન ઈન્ડિગોના પરિવર્તન અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે. વિલિયમ વોલ્શની કારકિર્દી પાયલોટ તરીકે શરૂ થઈને Aer Lingusના COO અને CEO સુધી પહોંચ્યા છે. તેઓને અસરકારક મેનેજમેન્ટ, સંરચનાત્મક સુધારા અને સફળ વિલીનીકરણ માટે ઓળખવામાં આવે છે. હવે તેઓ ઈન્ડિગોની વ્યૂહરચના અને સંચાલનને નવી દિશા આપશે.
આ પણ વાંચો : Home Loan: પેન્શનર્સને પણ મળી શકે છે હોમલોન, આ 5 રીતે દાવેદારી કરો મજબૂત