કોમ્પ્યુટર ચિપ ઉદ્યોગની અગ્રણી કંપની Intel હાલમાં મોટા પાયે પુનર્ગઠન અને સંકોચનમાંથી પસાર થઇ રહી છે. તાજેતરમાં Q2 2025 ના નબળા કમાણીના પરિણામો જાહેર થયા બાદ કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી આશરે 24,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. જે કુલ વર્કફોર્સના લગભગ 15-25 ટકા જેટલો મોટો ઘટાડો દર્શાવે છે. આ આંકડો દર્શાવે છે કે કંપની આર્થિક દબાણ હેઠળ નોંધપાત્ર ફેરફારો કરી રહી છે.

સંકોચન પાછળનું મુખ્ય કારણ અને CEO Lip-Bu Tan ની દ્રષ્ટિ

Intel ના નવા CEO Lip-Bu Tan ના નેતૃત્વ હેઠળ આ પુનર્ગઠન યોજના ઘડવામાં આવી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય Intel ને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે જેથી કંપની ભવિષ્યના પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે. આ મોટા પાયે સંકોચન પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેવા કે, Q2 2025 માં Intel ને 29 બિલિયન ડોલરનું મોટું નુકસાન થયું છે જ્યારે તેની કુલ આવક 129 બિલિયન ડોલર રહી છે. કંપનીએ જર્મની અને પોલેન્ડમાં આયોજિત મહાન ફેબ્રિકેશન પ્રોજેક્ટ્સને રદ કરવાનો નિર્ણય લીધો છે.

બ્લેન્ક ચેક આપીને ફેક્ટરીઓ નહીં બનાવાય : Intel CEO

CEO એ સ્પષ્ટ કર્યું છે કે, હવે તેઓ બ્લેન્ક ચેક આપીને ફેક્ટરીઓ બનાવશે નહીં પરંતુ ગ્રાહકોની જરૂરિયાતો મુજબ જ નિર્માણ કરશે. આ નિર્ણય દર્શાવે છે કે કંપની મૂડી ખર્ચમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે. કોસ્ટા રિકામાં આવેલા ટેસ્ટિંગ અને એસ્સેમ્બલી ઓપરેશન પણ બંધ કરવામાં આવ્યા છે. આશરે 2000 કર્મચારીઓને વિયેતનામ અને મલેશિયા જેવા અન્ય સ્થળોએ સ્થાનાંતરિત કરવાની શક્યતા છે. આ પગલું પણ ખર્ચ ઘટાડવાના અને વૈશ્વિક કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવાના પ્રયાસરૂપે લેવામાં આવ્યું છે.

ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી

આવા સંકોચન હોવા છતાં Intel ભવિષ્ય માટે આશાવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે અને કેટલીક મહત્વપૂર્ણ સુધારાઓની યોજના ધરાવે છે. જ્યાં એક તરફ PC ચિપ્સની માંગ હજુ પણ ઘટી રહી છે ત્યાં ડેટા સેન્ટર અને કલાઉડ બિઝનેસ યુનિટમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. Intel આ ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. Intel ના CEO ના નિવેદન મુજબ 2025 ના અંત અને 2026 ની શરૂઆતમાં Panther Lake, Nova Lake જેવી નવી લેપટોપ ચિપ્સ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપની તેની જૂની પ્રક્રિયાઓમાં પણ સુધારો કરશે અને દરેક મોટા ચિપ ડિઝાઈનનું વ્યક્તિગત સમીક્ષા કરશે.

AI ને લઈને નવી રણનીતિ બનાવાશે - CEO

AI બિઝનેસ માટે નવો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને એક નવા લીડરની નિમણૂક કરવામાં આવશે. જે AI બિઝનેસ માટે એક નવો અને સક્રિય રોડમેપ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. AI ટેકનોલોજીના વધતા મહત્વને જોતા Intel આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવા માંગે છે. આ ફેરફારો Intel માટે એક નવો યુગ શરૂ કરી શકે છે. કંપની તેના ભૂતકાળના ગૌરવને પુનર્સ્થાપિત કરવા અને બદલાતા ટેકનોલોજી લેન્ડસ્કેપમાં પોતાને ફરીથી સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ હોય તેવું લાગી રહ્યું છે.