આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. પાછલા દિવસોની સરખામણીમાં, આજે એટલે કે 24 જૂને ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
ક્રૂડ ઓઇલની કિંમત શું છે ?
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર સમજૂતી બાદ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને તેની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પણ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ફરી એકવાર $70 ની નીચે આવી ગયું છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો તે રાહતની વાત છે. કારણ કે ભારત તેલની જરૂરિયાત પુરી કરવા માટે આયાત પર નિર્ભર છે. કાચા તેલની વધુ કિંમત ઊંચા ભાવ ફુગાવાને વેગ આપી શકે છે અને રાજકોષીય ખાધ વધારી શકે છે. મહત્વનું છે કે ગઇકાલે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હવે તેમાં અમેરિકાની એન્ટ્રી બાદ ક્રૂડ ઓઇલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા.
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 95.91 | 91.58 |
| જામનગર | 94.44 | 90.11 |
| રાજકોટ | 94.30 | 89.99 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.15 | 89.82 |
દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે
ડીઝલના ભાવ અહીં તપાસો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.









