શું ઘરેલુ એરલાઇન્સ એર ઇન્ડિયા ઉંડા નાણાકીય સંકટમાં છે? આવો પ્રશ્ન એ કારણે થઇ રહ્યો છે કારણ કે એક રિપોર્ટ પ્રમાણે એરલાઇન્સે પોતાના માલિક ટાટા સન્સ અને સિંગાપુર એરલાઇન્સ પાસે ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા માગી છે. ચર્ચા છે કે આ વર્ષે જૂનમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ એરલાઇન્સને નાણાકીય સહાયતાની જરૂરત પડી. જૂનમાં થયેલા ભીષણ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 240થી વધારે યાત્રીઓના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ એરલાઇન્સ એટલા મોટાં સંકટમાં આવી ગઇ છે કે તેની ફરીથી પ્રતિષ્ઠા પુનઃનિર્માણ માટે સખત મહેનત કરવી પડી છે.

સુધારા અને પુનર્ગઠન માટે ભંડોળની વિનંતી

મળતી માહિતી પ્રમાણે ટાટા સમૂહની આ એરલાઇન્સ એર ઇન્ડિયાની પ્રણાલીઓ અને સેવાઓને પુનર્ગઠન, સાથે જ ઇન-હાઉસ એન્જીનિયરિંગ અને મેન્ટેનન્સ વિભાગોના વિકાસ માટે ફંડિગ ઇચ્છે છે.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોઈપણ નાણાકીય સહાય બંને માલિકોના હિસ્સાના પ્રમાણમાં વહેંચવામાં આવશે.આ સહાય વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવશે કે ઇક્વિટી રોકાણના રૂપમાં, તે હજુ નક્કી થયું નથી.

આંતરિક પ્રક્રિયાઓમાં સુધાર લાવવા માટે છે પ્રતિબદ્ધ

એર ઇન્ડિયા સીઇઓ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં જ કંપનીની આંતરિક પ્રક્રિયાઓમાં સુધાર લાવવાની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે વિમાન દુર્ઘટનામાં યાત્રીઓ, તેમના પરિવારો અને અમારાં સ્ટાફ માટે આ દુખદ સમય હતો. અમે પ્રભાવિત લોકો માટે દરેક સંભવ સહાયતા કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી કરીને આ ખરાબ સમયમાંથી બહાર આવી શકીએ.

આ નવા ફંડિગની માગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કંપની પહેલાથી જ ફ્લીટ મોર્ડનાઇઝેશન અને સેવા ગુણવત્તા સુધાર જેવાં પડરારપૂર્ણ કાર્યોમાં લાગેલી છે. આ નાણાકીય સહાયતા એર ઇન્ડિયાના હાલના સંકટ માંથી બહાર નીકળવા અને પુનર્ગઠનના રસ્તા પર પાછાં ફરવા માટે એક મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

Disclaimer-આ માહિતી રિપોર્ટના આધારે છે સંદેશ ન્યુઝ આની પુષ્ટિ નથી કરતુ.