ઇઝરાયલ-ઇરાન તણાવ વચ્ચે સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. શનિવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યા બાદ વધી રહેલા તણાવને કારણે રાજધાની દિલ્હીમાં સોનું 2200 રૂપિયા ઉછળીને 1,01,540 રૂપિયા પહોંચી ગયુ છે. ત્યારે સવાલ એ થાય કે શું સોનાના ભાવ હજી વધશે ?


[[$googlead]]

સોનુ એક લાખને પાર 

MCX પર સોનાની કિંમતોએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. પહેલીવાર સોનં એક લાખને પાર પહોંચી ગયુ છે. જેને અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ વધારો માનવામાં આવી રહ્યો છે. તેની પાછળ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો અને આર્થિક સંકેતોની મુખ્ય ભૂમિકા રહી છે.

[[$alsoread]]

સોનાના ભાવમાં તેજી કેમ ?

ઇઝરાયલ દ્વારા ઇરાન પર ન્યૂક્લિઅર ફેસિલિટી પર કરવામાં આવેલા હુમલા બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ભારે જોવા મળી. એવા સમયમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ ધ્યાન આપે છે. અને સોનું તેમા સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. આ કારણોસર સોનાની માગ તેજીથી વધી છે. જેનાથી કિંમતોમાં ઉછાળ આવ્યો.

અમેરિકાએ જાહેર કરેલો ઇન્ફ્લેશન રેટ આશા કરતા ઓછો રહ્યો. જેથી અટકળો લાગી હતી કે ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. વ્યાજદરોમાં ઘટાડો કરતા ડોલર નબળો પડે છે અને સોનું મજબૂત થાય છે.

મેટ્રો શહેરમાં સોનાનો ભાવ ? 


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 93,2501,01,450
દિલ્હી 
93,3501,01,830 
ચેન્નાઇ93,200 10,1680 
કોલકાતા93,200 1,01,680 
મુંબઇ 93,2001,01,680 

આગામી 12 મહિનામાં સોનાની કેટલી હશે કિંમત

બેંક ઓફ અમેરિકાએ અનુમાન લગાવ્યુ છે કે આગામી 12 મહિનામાં સોનાનો ભાવ 4 હજાર ડોલર પ્રતિ ઔંસ રહી શકે છે. જ્યારે ગોલ્ડમૈનએ પણ પૂર્વાનુમાન કર્યુ કે કેન્દ્રીય બેંકો તરફથી થઇ રહેલી આક્રમક ખરીદીને કારણ સોનુ 2025 સુધી 3700 ડોલર અને 2026ના મધ્ય સુધી 4000 ડોલર પ્રતિ ટ્રૉય ઔંસના સ્તર સુધી પહોંચી શકે છે.

જો કે ગોલ્ડમેનનું એ પણ કહેવુ છે કે ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ પછી તેલ પુરવઠામાં કોઇ મોટો વિક્ષેપ પડવાની સંભાવના છે. તેમ છતાં ભૂ રાજકીય જોખમો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતાઓને ચાલતા સોનાની કિમંત નજીકના ભવિષ્યમાં ઊંચા સ્તરે પહોંચી શકે છે. 

  • Follow us on: