નાણાકીય વર્ષ વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. જો કે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે પરંતુ એ વખતે વેરો ભરનારને લેટ ફી આપવી પડી શકે છે, જ્યારે ઓડિટ કેસ માટેની તારીખ 31 ઓક્ટોબર 2025 રાખવામાં આવી છે.

નોન-ઓડિટ કેસોમાં તારીખ લંબાવાઇ

દર વર્ષની જેમ આ વર્ષે પણ નાણાકીય વર્ષ 2024-25 માટે પહેલા નોન-ઓડિટ કેસોમાં આવકવેરા રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2024-25નોન-ઓડિટ કેસોમાં આવકવેરા રિટર્ન ભરવા માટેની અંતિમ તારીખ 31 જુલાઈ હતી જેને બાદમાં લંબાવીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે. CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ મહિનાના અંતમાં આ નિર્ણય લીધો છે જેથી કરદાતાઓને નવા ફોર્મ અને અપડેટ કરેલા ડેટા અનુસાર રિટર્ન તૈયાર કરવા માટે વધુ સમય મળે.

આ લોકો માટે રિટર્ન ભરવાની તારીખ લંબાવાઇ

નાણાકીય વર્ષ 2024-25 માટે નોન-ઓડિટ કેસોમાં આવકવેરા રિટર્ન ભરવાનું જે કારદાતાને રહી જાય છે તો તેને આવકવેરા વિભાગ દ્વારા 31 ડિસેમ્બર, 2025 સુધીનો સમય આપવામાં આવશે. કારદાતા ચોક્કસથી મોડા મોડા પણ આવકવેરા રિટર્ન ભરી શકશે પણ એની એક શરત પણ આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવી છે. આવકવેરા રિટર્ન લેટ ભરનારાઓ માટે સમય દરમિયાન લેટ ફી અને વ્યાજ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા કેટલાક કરદાતાઓને 31 ઓક્ટોબર, 2025 સુધી રિટર્ન ફાઇલ કરવાની છૂટ પણ આપવામાં આવી છે.

2025-26 માટે ફાઇલિંગ સમય કરતા મોડું

આ વખતે આવકવેરા વિભાગ તરફથી 2025-26 માટે ITR ફાઇલિંગ થોડું મોડું શરૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે રિટર્ન ફાઇલિંગ 30 મે 2025 થી શરૂ થયું હતું. આ વિલંબનું કારણ એ છે કે આ વખતે ITR ફોર્મ અને તેની સંબંધિત સુવિધાઓમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફોર્મ 26AS માં TDS અને ટેક્સ ક્રેડિટનો ડેટા પણ આ વખતે મે મહિનાને બદલે જૂનમાં અપડેટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટે રાહ જોવી પડી હતી. આ બધાને કારણે, ફાઇલિંગનું કામ થોડું મોડું શરૂ થયું છે. જો કરદાતાની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે અને તમે 15 સપ્ટેમ્બર પછી તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 5,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો લેટ ફી ફક્ત 1,000 રૂપિયા આપવી પડશે.