ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે તમારે કોઇને પૈસા આપવાની જરૂરત નહીં પડે. તમે જાતે જ ઘરે બેસીને સરળતાથી ઓનલાઇન પોતાની ફાઇલ કરી શકો છો. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ www.incometax.gov.in ને ખોલો અને સ્ટેપ્સને ફોલો કરો.
રિટર્ન ફાઇલ કર્યા પહેલા ધ્યાન આપો
ઓનલાઇન રિટર્ન ફાઈલ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. જો તમારી વાર્ષિક પગાર રૂપિયા 5 લાખથી ઓછી છે, તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોર્મ-16 સિવાય બીજું કોઈ દસ્તાવેજની જરૂર નથી. જો પગાર રૂપિયા 5 લાખથી વધુ છે અને બચતના દસ્તાવેજો (સેવિંગ્સ ડોક્યુમેન્ટ્સ) મુક્યા પછી તમે ટેક્સ છૂટની શ્રેણીમાં આવી ગયા છો, તો ફોર્મ 16 જરૂરી બનશે. જો તમારો ટેક્સ પહેલેથી જ કપાઈ ચૂક્યું છે (TDS), તો સેવિંગ્સના દસ્તાવેજોની નકલ પણ સાથે રાખવી પડશે.
પહેલા રજિસ્ટ્રેશન અને લોગઇન જરૂરી છે
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે www.incometax.gov.in વેબસાઈટ પર જઇને રજિસ્ટ્રેશન કરવું પડે છે. જો તમે પ્રથમ વખત ITR ફાઈલ કરી રહ્યાં છો તો "Register" પર ક્લિક કરો અને તમારું PAN, આધાર અને અન્ય જરૂરી વિગતો ભરો. જો પહેલાથી રજિસ્ટર્ડ છો, તો તમારું PAN (User ID), પાસવર્ડ અને CAPTCHAના ઉપયોગથી લોગિન કરો.
યોગ્ય ITR ફોર્મની પસંદગી કરો
તમારા આવકના સ્ત્રોતના આધારે યોગ્ય ITR ફોર્મ પસંદ કરો, ITR-1: પગાર, એક ઘ રમકાન અથવા વ્યાજ જેવી અન્ય આવક અને 50 લાખ સુધીની આવક માટે.
ITR-2: કેપિટલ ગેઇન, વિદેશી આવક અથવા બે કરતા વધુ મકાન હોય ત્યારે.
ITR-3: વ્યવસાય કે વ્યાવસાયિક આવક ધરાવતા લોકો માટે.
"Which ITR should I file?" લિંક પરથી યોગ્ય ફોર્મ પસંદ કરવાની મદદ મળે છે.
કયા કયા જરૂરી દસ્તાવેજ હોવા જોઇએ
પાન અને આધારકાર્ડ ફરજિયાચ
સેલરી વાળા માટે ફોર્મ 16
બેન્ક સ્ટેટમેન્ટ, FD અને વ્યાજની આવકની વિગત
80C, 80D જેવા ડિડક્શનના પુરાવા
કેપિટલ ગેઇનના દસ્તાવેજો, જો લાગુ પડે તો
લોગઇન બાદની પ્રક્રિયા શું?
e-File > Income Tax Return > File Income Tax Return પર જાવ. વેબસાઇટ પર તમારૂં તમારું PAN અને આધાર લિંક થયેલ ડેટા (જેમ કે Form 26AS, પગાર, TDS) પહેલેથી ભરેલુ મળશે. તેને ધ્યાનથી ચેક કરો. ફોર્મ 26AS ડાઉનલોડ કરીને ખાતરી કરો કે TDS અને આવકની વિગતો સાચી છે.ત્યાર બાદ પસંદ કરેલા તે આઇટીઆર ફોર્મમાં જરૂરી ડિટેલ્સ ભરો.
પસંદ કરેલા ITR ફોર્મમાં જરૂરી વિગતો ભરો
વ્યક્તિગત માહિતી (નામ, સરનામું)
આવકની વિગતો (પગાર, વ્યાજ, ભાડું)
ડિડક્શન્સ (80C, 80D વગેરે)
ટેક્સ ચૂકવણી અને TDS વિગત
જો કોઈ ભૂલ હોય, તો ડ્રાફ્ટ સેવ કરીને પછી સુધારણા કરો.ે
ટેક્સની ગણતરી અને ચુકવણી
ફોર્મ ભર્યા પછી સિસ્ટમ આપમેળે ટેક્સ લાયબિલિટી (બાકી ટેક્સ) ગણશે. જો કોઈ ટેક્સ બાકી હોય, તો તે Net Banking, Debit Card અથવા Challan દ્વારા ચૂકવો. જો રિફંડ આવે છે, તો તે આપના બેંક ખાતામાં જમા થશે.
છેલ્લે ફોર્મ Preview કરો અને "Submit" કરો. ત્યારબાદ, ITR ને e-Verify કરવું ફરજિયાત છે.