રિલાયન્સ જિયો નેટવર્ક મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, કરોડો યુઝર્સ કનેક્ટિવિટી સમસ્યાઓની જાણ કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટરે પણ જિયો ડાઉન થવાનીની પુષ્ટિ કરી છે. જિયો નેટવર્ક ઠપ્પ થવાને કારણે કનેક્ટિવિટી સમસ્યાઓ થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર ફરિયાદો ઝડપથી વધી રહી છે.

26% લોકોએ Jio Fiber સેવામાં સમસ્યાઓની ફરિયાદ કરી

ડાઉનડિટેક્ટર વેબસાઈટ પર બુધવારે બપોરે 1:45 વાગ્યા સુધીમાં 371 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી મોટાભાગની ફરિયાદો મોબાઈલ નેટવર્ક અને જિયો ફાઈબર સમસ્યાઓ સંબંધિત હતી. પરિણામે, ઘણા યુઝર્સ તેમના મોબાઈલ કનેક્શન અને ઈન્ટરનેટ સેવામાં સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટર મુજબ 42% યુઝર્સમાંથી મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યાઓની ફરિયાદ કરી છે, જ્યારે 32% લોકોએ નેટવર્ક સિગ્નલ જ ન હોવાની ફરિયાદ કરી હતી. વધુમાં, 26% લોકોએ Jio Fiber સેવામાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી. આ આંકડા દર્શાવે છે કે Jioના નેટવર્ક પર ગંભીર અસર પડી છે, જેમાં મોબાઈલ અને બ્રોડબેન્ડ કનેક્શનમાં સમસ્યાઓ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે ચિંતા વ્યક્ત કરી

ઘણા યુઝર્સે તેમની સમસ્યાઓ વિશે ફરિયાદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. એક યુઝર્સે લખ્યું કે તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરે છે અને તેમના માટે સ્થિર કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે પણ વીજળી ગુલ થાય છે, ત્યારે Jio નેટવર્કમાં સમસ્યા સર્જાય છે. તહેવારો દરમિયાન ઘરે રહેલા યુઝર્સ માટે કનેક્ટિવિટી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમણે Jioને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી કરી.