આજના સમયમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલ (તેલ) ના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં સામાન્ય જનતા મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ફુગાવાથી પીડાઈ રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે પણ વિશ્વના નકશા પર બે દેશો એવા છે જ્યાં નાગરિકોને અકલ્પનીય રીતે ખૂબ જ ઓછી કિંમતે પેટ્રોલ મળી રહ્યું છે. વેનેઝુએલા અને ઈરાનની સરકારો પોતાના નાગરિકોને ખાસ સિસ્ટમ હેઠળ અત્યંત સસ્તું ઈંધણ પૂરું પાડી રહી છે.
વેનેઝુએલા: 'ફાધરલેન્ડ કાર્ડ' પર ₹10 પ્રતિ લિટર પેટ્રોલ
જ્યારે દુનિયાના અન્ય દેશોમાં લોકો પેટ્રોલના દરેક ટીપા માટે મોટી રકમ ચૂકવે છે, ત્યારે વેનેઝુએલામાં ઈંધણ ભારતીય ચલણ મુજબ માત્ર 10 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, સરકારે આ સબસિડીનો લાભ લેવા માટે એક કડક શરત લાદી છે. નાગરિકો પાસે એક ખાસ ઓળખ કાર્ડ હોવું જરૂરી છે, જેને સ્થાનિક સ્તરે "ફાધરલેન્ડ કાર્ડ" કહેવામાં આવે છે.
સરકારે માસિક વપરાશનો એક ક્વોટા નક્કી કર્યો છે. આ નિયમ હેઠળ જો કોઈ નાગરિક દર મહિને 120 લિટર સુધી પેટ્રોલ વાપરે છે, તો તેને આ જથ્થો માત્ર ₹૧૦ પ્રતિ લિટરના ભાવે મળે છે. ભારતમાં એક સરેરાશ કાર માલિક મહિનામાં આટલું પેટ્રોલ આરામથી વાપરે છે, જે દર્શાવે છે કે ત્યાં તેલ ભારત કરતાં 10 ગણું સસ્તું છે. પરંતુ, જો કોઈ વ્યક્તિ મહિનામાં 120 લિટરની મર્યાધા ઓળંગે છે, તો તેણે બાકીના જથ્થા માટે આંતરરાષ્ટ્રીય દર એટલે કે પ્રતિ લિટર 0.50 યુએસ ડોલર (આશરે ₹50) ચૂકવવા પડે છે, જે સબસિડી વાળા દર કરતાં પાંચ ગણો વધારે છે.
ઈરાન: માત્ર ₹1.20 પ્રતિ લિટરની આશ્ચર્યજનક કિંમત
ઈરાને પણ પોતાના નાગરિકોને મોટી રાહત આપવા માટે એક નવી અને અનોખી સબસિડી સ્લેબ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ નિયમ હેઠળ દરેક નાગરિકને દર મહિને પ્રથમ 60 લિટર પેટ્રોલ માત્ર 15,000 ઈરાની રિયાલ (આશરે 1.25 યુએસ સેન્ટ) માં આપવામાં આવે છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ કિંમત માત્ર ₹1.20 પ્રતિ લિટર થાય છે, જે દૂધ કે પાણીના બોટલ કરતાં પણ ઘણી ઓછી છે.
આ પ્રારંભિક 60 લિટરનો ક્વોટા પૂરો થયા પછી, આગામી 100 લિટર માટે બીજો સ્લેબ લાગુ થાય છે. આ બીજા સ્તરે પેટ્રોલની કિંમત 30,000 રિયાલ (આશરે 2.5 યુએસ સેન્ટ) પ્રતિ લિટર થાય છે, જે ભારતીય ચલણમાં આશરે ₹2.25 પ્રતિ લિટર બરાબર છે. આમ, કડક નિયમો અને ક્વોટા સિસ્ટમ હોવા છતાં આ બંને દેશોના નાગરિકો વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં પણ સસ્તા ઈંધણનો લાભ મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Oppo Find X9 Ultra: 5 કેમેરા વાળા ધાંસૂ ફોનની એન્ટ્રી, જાણીલો તેના ફિચર્સ અને પ્રાઇઝ વિશે!